________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન–૩.
જીવયોનિઓથી યુક્ત, પ્રકાશ રહિત, અંધકાર યુક્ત આ સંસારમાં અનંતકાલ સુધી સદા ભયભીત બનેલા, કિંકર્તવ્યતાથી વિમૂઢ બનેલા, ભયસંજ્ઞા આદિ ચારે સંજ્ઞાયુક્ત બનેલા જીવો ઉદ્વિગ્ન-દુઃખિયારાઓના વાસ સમાન આ સંસારમાં વસે છે.
આ સંસારમાં પાપકર્મ કરનારા પ્રાણી જ્યાં જે ગામ, કુલ આદિનું આયુષ્ય બાંધે છે, ત્યાં જ તે બંધુ, બાંધવો, સ્વજનો અને મિત્રજનોથી તિરસ્કૃત થાય છે. તે સર્વને માટે અનિષ્ટ હોય છે. તેના વચનને કોઈ ગ્રહણ કરતું નથી. તે દુર્વિનીત–દુરાચારી હોય છે, તેને રહેવાને માટે ખરાબ સ્થાન, બેસવાને માટે ખરાબ આસન, સૂવાને માટે કુશધ્યા, ખાવાને માટે ખરાબ ભોજન મળે છે. તે અશુચિમય–અપવિત્ર અથવા ગંદા રહે છે અથવા અશ્રુતિ-શાસ્ત્રજ્ઞાન વગરના હોય છે. તેને કુસંઘયણ હોય છે, તેનું શરીર પ્રમાણસર હોતું નથી. તેના શરીરની આકૃતિ બેડોળ હોય છે, તે કુરૂપ હોય છે. તેનામાં ક્રોધ, માન, માયા, લોભ તીવ્ર હોય છે. તીવ્ર કષાયી હોય છે અને મોહ આસક્તિની તીવ્રતા હોય છે. તે અત્યંત આસક્તિયુક્ત હોય છે, ઘોર અજ્ઞાની હોય છે. તેનામાં ધર્મસંજ્ઞા-ધાર્મિક સમજણ હોતી નથી. તે સમ્યક્દર્શનથી રહિત છે. તેને દરિદ્રતાનું કષ્ટ સદા સતાવતું રહે છે. તે સદા પરકર્મકારી–પરાધીનપણે કામ કરે છે, નોકર-ચાકર રૂપે જ જીંદગી પસાર કરે છે, કૃપણ–ર– દીન-દરિદ્ર રહે છે, પરદત્ત ભોજનની ઈચ્છા રાખનાર હોય છે. તે મુશ્કેલીથી દુઃખપૂર્વક આહાર મેળવે છે અને તે કોઈ પ્રકારે લુખા, સૂકા, નીરસ એવં નિસ્સાર ભોજનથી પેટ ભરે છે. તે બીજાઓના વૈભવ, સત્કાર, સન્માન, ભોજન વસ્ત્ર આદિ સમુદય-અભ્યદય જોઈને તે પોતાની નિંદા કરે છે, પોતાના દુર્ભાગ્યની નિંદા કરે છે; ઉદાસીન, શોકની આગમાં બળતા લજ્જિત-તિરસ્કૃત થાય છે. તેમજ તે સત્યહીન, ક્ષોભગ્રસ્ત, તથા ચિત્રકલા આદિ શિલ્પજ્ઞાનથી રહિત, વિધાઓથી શૂન્ય અને સિદ્ધાંત-શાસ્ત્રના જ્ઞાનથી શૂન્ય હોય છે. તે યથાજાત અજ્ઞાની પશુ સમાન જડ બુદ્ધિથી યુક્ત, અવિશ્વસનીય અથવા અપ્રતીતિ ઉત્પન્ન કરનાર હોય છે. તે સદા હલકા કાર્ય કરી પોતાની આજીવિકા ચલાવે છે, પેટ ભરે છે. તે લોકનિંદિત, અસફળ મનોરથવાળા, નિરાશાથી ગ્રસ્ત હોય છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં સાગરની વ્યાપકતા, મહાનતા, અસીમતા, ગંભીરતા, ભયાનકતા વગેરે અનેક વિશેષતાઓને સંસાર સાથે સરખાવી, સંસાર સાગરનું તાદશ્ય ચિત્ર ખડું કર્યું છે. પ્રત્યેક ઉપમા સૂત્રપાઠથી જ સ્પષ્ટ છે. |१९ आसापास-पडिबद्धपाणा अत्थोपायाण-काम-सोक्खे य लोयसारे होति अपच्चंतगा(अफलवंतगा)य सुठु वि य उज्जमता, तद्दिवसुज्जुत्त-कम्मकयदुक्खसंठविय-सित्थपिंडसंचयपरा, पक्खीण दव्वसारा, णिच्च अधुव-धणधण्णकोस-परिभोग विवज्जिया, रहिय-कामभोग-परिभोग-सव्वसोक्खा परसिरि-भोगोवभोग-णिस्साण-मग्गणपरायणा वरागा अकामियाए विणेति दुक्खं, णेव सुहं णेव णिव्वुइ उवलभति अच्चतविउल-दुक्खसय-संपलित्ता परस्स दव्वेहिं