________________
[ ૯૨ |
શ્રી પ્રશ્નવ્યાકરણ સત્ર
खाइयाए छूढा, तत्थ य विग-सुणग-सियाल-कोल- मज्जारवंद-संसडासगतुंडपक्खिगण-विविह-मुहसयल-विलुत्तगत्ता कयविहंगा, केइ किमिणा य कुहियदेहा अणिट्ठवयणेहि सप्पमाणा सुठु कयं जं मउत्ति पावो तुटेणं जणेण हम्ममाणा लज्जावणगा य होति सयणस्स वि य दीहकालं । ભાવાર્થ :- ત્યાં વધ ભૂમિમાં તેના (કોઈ–કોઈ ચોરોના) અંગ પ્રત્યંગ કાપવામાં આવે છે, તેના ટુકડા કરવામાં આવે છે. તેને વૃક્ષની ડાળી પર લટકાવવામાં આવે છે. તેના ચાર અંગો–બન્ને હાથ અને બન્ને પગ ખેંચીને બાંધવામાં આવે છે. કોઈને પર્વતની ટોચ ઉપરથી નીચે પછાડવામાં આવે છે, ઘણી ઊંચાઈ ઉપરથી પછડાવાના કારણે તેને વિષમ-ધારદાર પથ્થરોની ચોટ સહન કરવી પડે છે. કોઈને હાથીના પગ નીચે કચડવામાં આવે છે. આ અદત્તાદાનનું પાપ કરનારાને કુંઠિત ધારવાળી કુહાડી આદિથી ૧૮ સ્થાનોમાં ખંડિત કરવામાં આવે છે. કાન, નાક, હોઠ કાપવામાં આવે છે, આંખ ફોડવામાં આવે છે. ઘણાના દાંત અને અંડકોશ છેદવામાં આવે છે. જીભ ખેંચીને બહાર કાઢવામાં આવે છે. શિરાઓ કાપવામાં આવે છે. પછી વધ ભૂમિમાં તલવારથી કાપી તેનો વધ કરવામાં આવે છે. કોઈ ચોરના હાથ અને પગ કાપી તેને નિર્વાસિત કરી દેવામાં આવે છે અર્થાત્ દેશવટો આપવામાં આવે છે. કેટલાક ચોરને આજીવન-મૃત્યુપર્યત કારાગારમાં રાખવામાં આવે છે. બીજાના દ્રવ્યનું અપહરણ કરવામાં લુબ્ધ કેટલાક ચોરોને કારાગારમાં સાંકળ બાંધી અને બન્ને પગમાં બેડીઓ નાંખવામાં આવે છે. કારાગારમાં બંધનગ્રસ્ત બનાવી તેનું ધન લઈ લેવામાં આવે છે.
સ્વજનો તે ચોરનો ત્યાગ કરી દે છે. રાજકોપના ભયથી કોઈ સ્વજન તેની સાથે સંબંધ રાખતા નથી. મિત્રવર્ગ તેની રક્ષા કરતા નથી. સર્વ દ્વારા તે તિરસ્કારને પાત્ર બને છે. તે ચારે બાજુથી નિરાશ થઈ જાય છે. ઘણા લોકો, અધિક્કાર છે તમને" આ પ્રકારે કહે છે. તેથી તે લજ્જિત થાય છે અથવા તે પોતાના કાળા કામના કારણે પોતાના પરિવારને લજ્જિત કરે છે. તે લજ્જાહીન મનુષ્યોને નિરંતર ભૂખ્યા મરવું પડે છે. ચોરીના તે અપરાધી, ઠંડી, ગરમી અને તરસની પીડાથી તરફડતા ચીંચીયારી કરે છે. તેનું મુખ(ચહેરો) વિવર્ણ-શોષાઈ ગયેલું અને તેજ વગરનું થઈ જાય છે. તે હંમેશાં વિહ્વળ, મલિન અને દુર્બળ બની જાય છે, થાકેલા-હારેલા અથવા કરમાયેલા રહે છે. ઉધરસ વગેરે અનેક રોગોથી ઘેરાયેલા રહે છે અથવા ભોજન સારી રીતે ન પચવાના કારણે તેનું શરીર પીડિત રહે છે. તેના નખ, કેશ અને દાઢી, મૂછોના વાળ તથા રૂંવાટા વધી જાય છે. તે કારાગારમાં પોતાના જ મળમૂત્રમાં લેવાયેલા રહે છે. (કારણ કે મળમૂત્ર ત્યાગવાને માટે તેને ક્યાં ય બીજા સ્થાને જવા દેવામાં આવતા નથી.)
જ્યારે આ પ્રકારની અસહ્ય વેદનાઓના કારણે તે મરવાની ઈચ્છા ન હોવા છતાં પણ મરણને પ્રાપ્ત થઈ જાય છે ત્યારે તેના મૃતદેહને પગમાં દોરી બાંધી કારાગારમાંથી બહાર કાઢવામાં આવે છે અને ખાડામાં ફેંકી દેવામાં આવે છે. ત્યાર પછી વરુ, કૂતરા, શિયાળ શૂકર, બિલાડી વગેરેના સમૂહ તથા સાણસી સમાન મોઢાવાળા અન્ય પક્ષીઓ તે શબને પીંખી નાખે છે, તે મૃતદેહને પક્ષી–ગીધ આદિ ખાઈ જાય છે, તે મૃત કલેવરોમાં કીડા પડી જાય છે, તે મૃતદેહ સડી જાય છે. તે મૃતદેહ ઉત્પન્ન થયેલા કીડાઓથી દુર્ગધયુક્ત થઈ જાય છે. આ રીતે મૃત્યુ પછી પણ તેની આવી દુર્દશા થાય છે છતાં પણ તેનો અંત આવતો