________________
શ્રુતસ્કંધ–૧/અધ્યયન–૩
રહે છે કે આજે કોના દ્રવ્યનું હરણ કરવું ? તે ઘણા મનુષ્યોના કાર્યમાં વિઘ્નકારી હોય છે. તે મત્ત–નશાને કારણે બેભાન અથવા પ્રમાદમાં સૂતેલા અને વિશ્વાસ રાખનારા લોકોની અવસર જોઈ ઘાત કરી નાખે છે. વ્યસન–સંકટ, વિપત્તિ અને અભ્યુદય–હર્ષ આદિના પ્રસંગોમાં ચોરી કરવાની બુદ્ધિવાળા હોય છે. (વૃક) વરુઓની જેમ લોહી—પિપાસુ થઈ સર્વત્ર ભટકતા રહે છે. તે રાજાઓ, રાજ્યશાસનની મર્યાદાઓનું અતિક્રમણ કરનારા, સજ્જન પુરુષો દ્વારા નિંદિત તેમજ પાપકર્મ કરનાર(ચોર) પોતાના જ કરેલાં દુષ્કર્મોના કારણે અશુભ પરિણામવાળા અને દુઃખના ભાગીદાર થાય છે. હંમેશાં વ્યાકુળ, દુ:ખમય, અશાંતિયુક્ત ચિત્તવાળા, બીજાના દ્રવ્યનું હરણ કરનારા(ચોર)આ ભવમાં સેંકડો કષ્ટોથી ઘેરાઈને ક્લેશ પામે છે.
ચોર્ય કર્મનું દુષ્પરિણામ
| १२ तहेव केइ परस्स दव्वं गवेसमाणा गहिया य हया य बद्धरुद्धा य तुरियं अइधाडिया पुरवरं समप्पिया चोरग्गह- चारभडचाडुकराण तेहि य कप्पडप्पहारणिद्दयआरक्खिय-खरफरुसवयण - तज्जण-गलच्छल्लुच्छल्लणाहिं विमणा, चारगवसहिं पवेसिया णिरयवसहिसरिसं तत्थवि गोमियप्पहार दूमणणिब्भच्छणकडुयवयण-भेसणगभयाभिभूया अक्खित्त - णियंसणा मलिणदंडिखंड - णिवसणा उक्कोडालंचपास- मग्गणपरायणेहिं दुक्खसमुदीरणेहिं गोम्मियभडेहिं विविहेहिं बंध |
:
૮૫
ભાવાર્થ :- પૂર્વોક્ત બીજાના ધનની(દ્રવ્યની)શોધમાં ફરતા રહેતા કેટલાક ચોર(આરક્ષકો, પોલીસ દ્વારા) પકડાઈ જાય છે અને તેને મારવામાં આવે છે, બંધનોથી બાંધવામાં અને કારાગારમાં કેદ કરવામાં, નગરજનો સમક્ષ આખા શહેરમાં ફેરવવામાં આવે છે, મોટા નગરોના પોલિસ આદિ અધિકારીઓને સોંપી દેવામાં આવે છે. ચોકીદાર, ગુપ્તચર, ચાબુકોના પ્રહારથી, તીક્ષ્ણ અને કઠોર વચનોની ધાક–ધમકીથી તથા ગળુ દબાવવાથી, આ પ્રકારની અપમાનજનક ક્રિયાથી, પ્રહારોથી તેનું મન ખેદયુક્ત બની જાય છે. તે ચોરોને નરકાવાસ જેવા કારાવાસમાં પરાણે પૂરવામાં આવે છે. ત્યાં પણ તે કારાગારના અધિકારીઓ દ્વારા વિવિધ પ્રકારના પ્રહારો, અનેક પ્રકારની યાતનાઓ, તર્જનાઓ, કટુવચનો તેમજ ભય ઉત્પાદક વચનોથી ભયભીત થઈને દુઃખી થાય છે. તેના પહેરવાના–ઓઢવાના વસ્ત્ર ખેંચી લેવામાં આવે છે. ત્યાં તેને મેલાં, કરચલીયુક્ત, ફાટેલા વસ્ત્ર પહેરવા મળે છે. વારંવાર તે કેદી પાસેથી લાંચ-રૂશ્વત માંગવામાં તત્પર એવા કારાગારના રક્ષકો દ્વારા અનેક પ્રકારના બંધનોથી તેને બાંધવામાં આવે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચૌર્યરૂપ પાપકર્મ કરનારાની દુર્દશાને પ્રગટ કરી છે. અદત્તાદાન કરનારની આ પ્રકારની દુર્દશા લોકમાં પ્રત્યક્ષ જોઈ શકાય છે.