________________
| શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૩
આત્મીયજનોની પણ ઘાત કરે છે. તે ગૃહોની સંધિને છેદે છે અર્થાત્ દિવાલમાં બાકોરું કરે છે.
બીજાના દ્રવ્યોથી વિરત-વિમુખ–નિવૃત્ત નથી એવા નિર્દય બુદ્ધિવાળા તે ચોર, લોકોના ઘરોમાં રહેલા ધન, ધાન્ય અને અન્ય પ્રકારના સમૂહોનું હરણ કરે છે.
વિવેચન :
પ્રસ્તુત સૂત્રમાં ચોરની મનોવૃત્તિ કેવી છે? તેનું દર્શન કરાવ્યું છે. જે નિર્દય, અનુકંપાહીન, અદત્તાદાનના દુષ્ફળની પરવાહ ન કરનારા, પરલોકના ડરથી રહિત હોય તે જ આ કુકૃત્યો કરે છે.
- પ્રાચીન કાળમાં પણ લોકોની અનેક શ્રેણીઓ તેની લાયકાત અથવા વિશિષ્ટતાઓના આધારે નિર્ધારિત કરવામાં આવતી હતી. તેમાંથી કેટલાક નામોનો પ્રસ્તુત પાઠમાં ઉલ્લેખ થયેલ છે. જેનો આશય આ પ્રમાણે છે. (૧) ગ્રામ - નાની વસ્તી, જ્યાં ખેડૂતો વધારે પ્રમાણમાં હોય. (૨) આકર – જ્યાં સુવર્ણ, ચાંદી, ત્રાંબા આદિની ખાણ હોય. (૩) નગર(નકર) - જ્યાં કોઈ પ્રકારનો કરવેરો લેવાતો ન હોય. (૪) ખેડ(ખેટ):- ધૂળના પ્રકારથી વેષ્ટિત સ્થાન, વસ્તી. (૫) કબ્બડ(કર્બટ) – જ્યાં થોડાક મનુષ્ય રહેતા હોય-કુનગર. () મર્ડબ:- જેની આસપાસ કોઈ ગામ-વસ્તી ન હોય. (૭) દ્રોણમુખ– જ્યાં જળમાર્ગ અને સ્થળમાર્ગથી જઈ શકાય તેવી વસ્તી, (૮) પાન(પાટન) – જ્યાં જળમાર્ગ અથવા સ્થળમાર્ગથી સામાન–વસ્તુઓ આવે છે તેવી વસ્તી. (૯) આશ્રમ - જ્યાં તાપસજનોનો નિવાસ હોય. (૧૦) નિગમ - જ્યાં વણિકજન, વ્યાપારીવર્ગ વધારે રહે છે. (૧૧) જનપદ - દેશ, પ્રદેશ.
અદત્તાદાનનું ભયાનક ફળ :|१० तहेव केई अदिण्णादाणंगवेसमाणा कालाकालेसुसंचरंता चियकापज्जलियसरस-दर-दड्ड कड्डियकलेवरे रुहिरलित्तवयण-अक्खय-खाइयपीय-डाइणिभमंतभयंकरं जंबुयक्खिक्खियंते घूयकयघोरसद्दे वेयालुट्ठिय-णिसुद्ध-कहकहियपहसिय-बीहणग-णिरभिरामे अइदुब्भिगंध-बीभच्छदरिसणिज्जे सुसाणवण