________________
બુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતુશ્રી જયોત્સનાબેન મનહરલાલ પૂંજાણી
સૌ. સ્મિતાબેન હેમેન્દ્રભાઈ પૂંજાણી પ્રકૃતિની સરળતા, ભદ્રિકતા, નિરભિમાનપણુ, અનુકંપાભાવ, વગેરે સગુણો મનુષ્ય જીવનની મહામૂલી મૂડી છે, તે મૂડી જ મનુષ્યને માટે પરભવનું ભાથુ બની જાય છે.
બાલ્યવયથી જ તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ. સા. પ્રતિ અનન્ય શ્રદ્ધાવતા સૌ. સ્મિતાબેન અને શ્રી હેમેન્દ્રભાઈને આ મૂડી જાણે સહજ રીતે પ્રાપ્ત થઈ હોય તેમ લાગે છે. પુણ્યનો ઉદય, સર્વ પ્રકારની અનુકુળતા છતાં સરળતા, સહજતા, ભદ્રિકતા, નિરભિમાનતા તે શ્રી હેમેન્દ્રભાઈનો જીવન વ્યવહાર જણાય છે. સદગુણી વ્યક્તિને સત્સંગ શીધ્ર પ્રાપ્ત થાય એટલું જ નહીં સત્સંગ ગમી જાય, પચી જાય અને પરિણમી જાય છે.
શ્રી પૂંજાણી પરિવાર ગુરુદેવ પૂ. શ્રી નમ્રમુનિ મ. સા. ના સમાગમમાં આવ્યો અને ગુણી ગુણને ખેંચી લે છે એ ન્યાયે શ્રી હેમેન્દ્રભાઈના જીવનમાં ગુણવૃદ્ધિ થવા લાગી.
ધર્મશ્રદ્ધા, ગુરુભક્તિ, ગુર્વાજ્ઞા પાલનની તમન્ના, સમર્પણભાવપૂર્વકના પ્રત્યેક વ્યવહારથી તેઓ ગુરકપાને પામી રહ્યા છે. સૌ. સ્મિતાબેન પણ સદાય ધર્મપત્ની બનીને હેમેન્દ્રભાઈની પ્રવૃત્તિને વેગવંતી બનાવી રહ્યા છે. સુપુત્ર જય આ ભૌતિક જગતની ઝાકમજાળની વચ્ચે પણ પપ્પાની જેમ પૂ. ગુરુદેવમાં અનોખી શ્રદ્ધા ધરાવે છે.
તેઓ પૂ. ગુરુદેવના ઉપકારોને સ્મૃતિપટ પર લાવી ૩૯ મા જન્મદિને આગમના શ્રુતાધાર તરીકે લાભ લઈને પૂ. ગુરુદેવને શ્રુતભક્તિની અમૂલ્ય ભેટ આપી રહ્યા છે તથા આ સત્કાર્યથી અનંત ઉપકારી જન્મદાત્રી માતા જ્યોત્સનાબેન, પિતા મનહરભાઈ તથા પુંજાણી કુળને ઉજ્જવળ કર્યું છે. અમે તેઓશ્રીની ગુરુભક્તિ અને શ્રુતભક્તિની અનુમોદના કરીએ છીએ.
ગરપ્રાણ પ્રકાશન
PARASDHAM