________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૨
.
[૭]
પાપના દુઃખદાયક ફળ ભોગવતા રહે છે. વિવેચન :
શાસ્ત્રકારે અનેક પ્રકારે, વિવિધ દષ્ટાંતોના માધ્યમથી મૃષાવાદના સ્વરૂપને સ્પષ્ટ કરી, આ સૂત્રમાં તેના ભયંકર પરિણામને પ્રગટ કરી, તેના ત્યાગની પવિત્ર પ્રેરણા આપી છે. મૃષાવાદનું દુષ્પરિણામ :- હિંસાના પરિણામની સમાન મૃષાવાદના પરિણામે પણ દીર્ઘકાલ પર્યત નરક અને તિર્યંચગતિના દુઃખો ભોગવવા પડે છે. કેટલાક જીવો શેષ કર્મો ભોગવવા માટે મનુષ્ય ગતિમાં જન્મ ધારણ કરે છે પરંતુ તેને જાતિ, કુળ, બલ, રૂપ વગેરેની હીનતા પ્રાપ્ત થાય છે. પૂર્વજન્મમાં વચનયોગનો દુપ્રયોગ કર્યો હોવાથી તેના ફળ સ્વરૂપે તે જીવોનો જ્યાં જન્મ થાય ત્યાં વચનયોગની પ્રાપ્તિ થતી નથી અર્થાત્ તે જીવો એકેન્દ્રિય જાતિમાં ઉત્પન્ન થાય છે અને મનુષ્યયોનિમાં વચન યોગની પ્રાપ્તિ થાય તોપણ અત્યંત હીનકોટિનો વચનયોગ પ્રાપ્ત થાય છે અર્થાત્ તે જીવો મૂંગા અથવા તોતડી બોલીવાળા થાય છે, અનેક સ્થાને અપમાન અને તિરસ્કારને પ્રાપ્ત થાય છે. તેઓ જ્યાં રહે ત્યાં અમાવસ્થાને જ પામે છે. આ રીતે દીર્ઘકાલ પર્યત શારીરિક અને માનસિક દુઃસહ્ય દુઃખોને ભોગવે છે.
આ રીતે શાસ્ત્રકાર પ્રસંગોપાત કર્મના અબાધિત સિદ્ધાંતને જ સમજાવે છે. જે જીવ જેવા કર્મ કરે, તેવા જ ફળ તેને ભોગવવા પડે છે. અસત્ય વચન ઉપસંહાર :१६ एसो सो अलियवयणस्स फलविवाओ इहलोइओ परलोइओ अप्पसुहो बहुदुक्खो महब्भओ बहुरयप्पगाढो दारुणो कक्कओ असाओ वास-सहस्सेहिं मुच्चइ, ण अवेयइत्ता अत्थि हु मोक्खोत्ति ।
एवमाहंसु णायकुलणंदणो महप्पा जिणो उ वीरवरणामधेज्जो कहेसी य अलियवयणस्स फलविवागं ।
एयं तं बिईयं पि अलियवयणं लहुसग-लहु-चवल-भणियं भयंकरं दुहकर अयसकर वेरकरगं अरइ-रइ-राग-दोस-मणसंकिलेस-वियरणं अलिय-णियडिसाइजोगबहुलं णीयजणणिसेवियं णिस्संसं अप्पच्चयकारगं परमसाहुगरहणिज्जं परपीलाकारगं परमकण्हलेस्ससहियं दुग्गइ-विणिवाय-वड्डणं पुणब्भवकरं चिरपरिचियमणुगयं दुरंतं । त्ति बेमि ॥
વિફર્યા અદમ્પાર સંમત્ત .. ભાવાર્થ :- મૃષાવાદનું આ ફલવિપાક પરિણામ છે, જે આ લોક અને પરલોકમાં(નરકાદિ ભવમાં) ભોગવવું પડે છે. તેમાં અલ્પસુખ અને મહાદુઃખ છે. તે અત્યંત ભયાનક છે, અત્યંત ગાઢ કર્મ રૂપી રજથી