________________
શ્રુતસ્કંધ-૧/અધ્યયન-૨ .
૧ |
झस-मगर-कच्छभे य साहिति मच्छियाणं, संखके खुल्लए य साहिति मगराणं, अयगर-गोणसमंडलिदव्वीकरे मउली य साहिति वालवीणं, गोहा-सेहग-सल्लगसरडगे य साहिति लुद्धगाणं, गयकुलवाणरकुले य साहिति पासियाणं, सुगबरहिण-मयणसाल-कोइल-हंसकुले सारसे य साहिति पोसगाणं, वहबंधजायणं च साहिति गोम्मियाणं, धण-धण्ण-गवेलए य साहिति तक्कराणं, गामागर - णगरपट्टणे य साहिति चारियाणं, पारघाइय पंथघाइयाओ य साहिति गठिभेयाणं, कयं च चोरियं साहिति णगरगुत्तियाणं । लंछण-णिलंछण -धमण-दूहण-पोषण -वणण-दवण-वाहणाइयाइं साहिंति बहूणि गोमियाणं, धाउ-मणि-सिल-प्पवाल -रयणागरे य साहिति आगरीणं, पुप्फविहिं फलविहिं च साहिति मालियाणं, अग्घमहुकोसए य साहिति वणचराण । ભાવાર્થ :- મૃષાવાદી માણસ ઘાત કરનારને ભેંસ અને શૂકર બતાવે છે. શિકારીઓને સસલા, પસય-મૃગ વિશેષ કે મૃગશિશુ અને રોહિત બતાવે છે. તેતર, બતક અને લાવક તથા કપિંજલ અને કબુતર બતાવે છે; માછીમારોને માછલીઓ, મગર અને કાચબા બતાવે છે.
ધીવરોને શંખ(બેઈન્દ્રિય જીવ)અંક–જલજંતુ વિશેષ અને ક્ષુલ્લક-કોડીના જીવ બતાવે છે, સપેરાસાપ પકડનારને અજગર, ગોણસ, મંડલી અને દઊંકર જાતિના સર્પો તથા મકલી–ફેણ વગરના સર્પો બતાવે છે. લુબ્ધકોને ઘો, શલ્લકા અને કાકીડા બતાવે છે. પાલિકા–પાશ દ્વારા પકડનારને ગજકુલ અને વાનરકુલ અર્થાત્ હાથીઓના અને વાંદરાઓના ઝૂંડ બતાવે છે. પોષકો-પક્ષીઓને પકડીને પૂરી રાખનારને પોપટ, મોર, મેના, કોયલ, હંસના કુળ તથા સારસ પક્ષી બતાવે છે. આરક્ષકો-કારાગાર આદિના રક્ષકોને વધ, બંધન અને યાતના દેવાનો ઉપાય બતાવે છે. ચોરોને ધન, ધાન્ય અને ગાય, બળદ આદિ પશુઓ બતાવીને ચોરીની પ્રેરણા આપે છે. ગુપ્તચરોને ગ્રામ, નગર, આકર અને પતન આદિ વસ્તીઓ બતાવે છે. ગ્રંથિ ભેદકો–ગાંઠ કાપનારાને (
ખિસ્સાકાતરું) રસ્તાના અંત ભાગમાં અથવા વચમાં મારવા-લૂંટવા તેમજ તેના ગુપ્ત રહસ્ય આદિની શીખ આપે છે. નગરરક્ષકો–કોટવાળો આદિ પોલિસ કર્મચારીઓને કરેલી ચોરીનો ભેદ બતાવે છે. તેઓ ગોવાળોને લાંછન–કાન આદિ કાપવું અથવા નિશાન બનાવવું; નપુંસક કરવું; ધમણ–ભેંસ આદિના શરીરમાં હવા ભરવી(જેનાથી તે દૂધ અધિક આપે) દોહવું, પોષવું– જુવાર આદિ ખવડાવી પુષ્ટ કરવું; વાછરડાને બીજી ગાયની સાથે લઈ જઈને ગાયને ધોખો દેવો અર્થાત્ તે ગાય બીજા વાછરડાને પોતાનું સમજી સ્તનપાન કરાવે, એવી ભ્રાંતિમાં નાંખવી; પીડા પહોંચાડવી; વાહન ગાડી આદિમાં જોડવું ઈત્યાદિ અનેકાનેક પાપ-પૂર્ણ કાર્ય કહે અથવા શીખવાડે છે. તે સિવાય તે મૃષાવાદી માણસ ખાણના માલિકોને ઐરિક આદિ ધાતુઓ બતાવે છે; ચંદ્રકાંત આદિ મણિઓ બતાવે છે. શિલાપ્રવાલ મૂંગા અને અન્ય રત્ન બતાવે છે; માળીઓને પુષ્પો અને ફળોના પ્રકાર બતાવે છે તથા વનચરો–ભીલ આદિ વનવાસીઓને મધનું મૂલ્ય અને મધપૂડો બતાવે છે અર્થાતુ મધનું મૂલ્ય બતાવીને તેને પ્રાપ્ત કરવાનો