________________
શ્રી અનુત્તરોવવાઈ સૂત્ર
સ્તંભો ઉપર આધારિત હતું. તેમાં લીલાયુક્ત અનેક પૂતળીઓ સ્થાપિત કરી હતી. તેમાં ઊંચા અને સુનિર્મિત વજ્રરત્નનાં વેદિકા અને તોરણ હતાં. મનોહર નિર્મિત પૂતળીઓ સહિત ઉત્તમ, મોટા અને પ્રશસ્ત વૈડૂર્ય રત્નના સ્તંભ હતા. તે વિવિધ પ્રકારના મણિઓ, સુવર્ણ તથા રત્નોથી જડેલા હોવાને કારણે ઉજ્જવળ દેખાતા હતા. તેનો ભૂમિ ભાગ એકદમ સમ, વિશાળ, પાકો અને રમણીય હતો. આ ભવનમાં ઈહામૃગ, બળદ, ઘોડા, મનુષ્ય, મગર આદિનાં ચિત્ર ચિત્રિત હતાં. સ્તંભો પર બનેલી વજ્રરત્નની વેદિકાથી યુક્ત હોવાને કારણે તે સુંદર દેખાતું હતું, સમાન શ્રેણીમાં સ્થિત વિદ્યાધરોનાં યુગલ યંત્ર દ્વારા ચાલતાં દેખાતાં હતાં. તે ભવન સૂર્યની ભાંતિ હજારો કિરણોથી યુક્ત હોવાથી દેદીપ્યમાન અને તેજોમય દેખાતું હતું. તેને જોતાં જ જોનારની આંખ તેમાં સ્થિર બની જતી હતી. તેનો સ્પર્શ સુખપ્રદ હતો અને રૂપ શોભા સંપન્ન હતું. તેમાં સુવર્ણ, મણિ અને રત્નોની સ્ફૂપિકાઓ હતી. તેનું પ્રધાન શિખર વિવિધ પ્રકારના પાંચ વર્ષોથી અને ઘંટ સહિત પતાકાઓથી સુશોભિત હતું, તે ચારે બાજુ દેદીપ્યમાન કિરણોના સમૂહને ફેલાવી રહ્યું હતું. તે લીપેલ, ઘોળેલ અને ચંદરવાથી યુક્ત હતું, યાવત્ તે ભવન ગંધવટી જેવું જણાતું હતું. તે ચિત્તને પ્રસન્ન કરનાર, દર્શનીય, અભિરૂપ અને પ્રતિરૂપ તથા ઘણું જ મનોહર હતું.
ધન્યકુમારનું પાણિગ્રહણ :
७ तणं सा भद्दा सत्थवाही तं धण्णं दारयं बत्तीसाए इब्भवरकण्णगाणं एगदिवसेणं पाणिं गेण्हावेइ । बत्तीसओ दाओ । तं जहा- बत्तीसं हिरण्णकोडीओ, बत्तीसं सुवण्णकोडीणो, बत्तीसं मउडे मउडप्पवरे, बत्तीस कुंडलजुयले कुंडलजुयलप्पवरे, बत्तीसं हारे हारप्पवरे, बत्तीसं अद्धहारे अद्धहारप्पवरे, बत्तीसं एगावलीओ एगावलिप्पवराओ, एवं मुत्तावलीओ, ए वं कणगावलीओ, एवं रयणावलीओ, बत्तीसं कडगजोए कडगजोयप्पवरे, ए वं तुडियजोए, बत्तीसं खोमजुयलाइं खोमजुयलप्पवराई, एवं पडगजुयलाई, एवं पट्टजुयलाई एवं दुगुल्लजुयलाइं, बत्तीसं सिरीओ, बत्तीसं हिरीओ, एवं धिईओ, कित्तीओ बुद्धीओ, लच्छीओ, बत्तीसं णंदाई, बत्तीसं भद्दाई, बत्तीसं तले तलप्पवरे सव्वरयणामए, बत्तीसं णगरवरभवणकेऊ, बत्तीसं झए झयप्पवरे, बत्तीसं वये वयप्पवरे दसगोसाह- स्सिएणं वएणं, बत्तीसं णाडगाई णाडगप्पवराइं बत्तीसइबद्धेणं णाडएणं, बत्तीसं आसे आसप्पवरे सव्वरयणामए सिरिघरपडिरूवए, बत्तीसं हत्थी हत्थिप्पवरे सव्वरयणामए सिरिघरपडिरूवए, बत्तीसं जाणारं जाणप्पवराई, बत्तीसं जुगाई जुगप्पवराई, एवं सिवियाओ, एवं संदमाणीओ, एवं गिल्लीओ थिल्लीओ, बत्तीसं वियडजाणाई वियडजाणप्पवराइं, बत्तीसं रहे पारिजाणिए, बत्तीसं रहे संगामिए, बत्तीसं
२०