________________
Q
स
み
સૌરાષ્ટ્ર કેસરી બા. બ્ર. પૂ. ગુરુદેવ
શ્રી પ્રાણલાલજી મ. સા. ને અનન્ય શ્રદ્ધાભાવે..
સમર્પણ
મારા હૃદય સિંહાસને રાજ કરતા રાજેશ્વરી ઓ ગુરુપ્રાણ !
આપે મને સંસારનો રાગ છોડાવી સંયમના અનુરાગી બનાવી. જડ-ચેતનની ભેદની ભીંતો
ભાંગવા ભૂષિત બનાવી સંયમ બીજ રોપી આત્મવૃક્ષને
ફાલ્યું ફૂલ્યું બનાવ્યું.
મીનતા, સુવિનીતતી, શ્રેયતા, શ્વેતતાનાં
ફળ ફૂલ ખીલવ્યાં,
સંયમની સેજ પર સન્મતિના સાજ સજાવ્યા ત્યાગનો તાજ પહેરાવી આત્મિક રાજ મેળવાવ્યા,
સ્વરૂપ રમણતાના સૂર સંભળાવી,
સ્વરૂપષ્ટા બનાવ્યા અનંતની જ્યોતમાં જ્યોત મિલાવવા ત૮ પર એવા મારા ગુરુદેવનાં સ્મૃતિરૂપ કરકમલોમાં
અનુત્તોપપાતિક સૂત્રના અનુવાદનું અર્ધ્ય ઘરૂં છું.
- પૂ. મુકત - લીલમ ગુણીના સુશિષ્યા સાધ્વી સન્મતિજી