________________
પાતિક સૂત્રને ખૂબ જીણવટભરી દષ્ટિથી જોઈને મારા ઉપર મહાન ઉપકાર કરેલ છે. તેમના શ્રી ચરણોમાં મારી કોટી કોટી વંદના. આ અનુત્તરોપપાતિક સૂત્રનું મુખ્ય સંપાદન સાધ્વીશ્રી આરતીએ કર્યું છે. તેમને અનેકશઃ સાધુવાદ આપું છું. મારી અંતેવાસિની શિષ્યાઓનો મને આ કાર્યમાં પૂરેપૂરો સહ્યોગ મળ્યો છે તે બધાને આભાર સહ અંતરના આશીર્વાદ. મારા ક્ષયોપશમ પ્રમાણે પૂરી સજાગતાથી આ અનુત્તરોપપાતિક સૂત્રનું લેખન સંપાદન કરતાં અને પૂરું ધ્યાન આપવા છતાં છદ્મસ્થપણાથી ક્યાંક ભૂલો રહી ગયેલ હોય તો જિજ્ઞાસુઓ ભૂલોને સુધારીને વાંચશો અને સત્યને ગ્રહણ કરશો, એ જ અભ્યર્થના.
પૂ."મુક્ત–લીલમ" શીશુ
સાધ્વી સન્મતિ
45