________________
વિવેચન પણ છે. જેનું સંપાદન વિવેચન વિદુષી મહાસતીજી મુક્તિપ્રભાજીએ કર્યું છે. આગમ મનીષી શ્રી ત્રિ તે બત્રીસ શાસ્ત્રોનો સારાંશ હિંદીમાં સંપાદિત કરી ૩૨ નાની પુસ્તિકાઓના રૂપમાં પ્રકાશિત કરાવ્યો છે, જે સામાન્ય અને પ્રૌઢ બંને સ્વાધ્યાયીઓને ઉપયોગી છે.
આ રીતે આગમ સાહિત્યને જીવંત અને ચિરકાલીન રાખવા, સમયે સમયે આગમપ્રેમી સાધકોએ વિધવિધ પ્રયત્નો કર્યા છે. પ્રત્યેક પ્રકાશનોની પોતપોતાની આગવી વિશેષતા છે. અમારા સંપાદનને સુંદરતમ બનાવવામાં આમાંના અનેક સંસ્કરણોનો પૂરેપૂરો સહયોગ મળ્યો છે. પ્રસ્તુત સંસ્કરણ :
ગુજરાતી ભાષી સ્વાધ્યાય પ્રેમી વિશાળ સમાજની જ્ઞાન પિપાસાને ધ્યાનમાં રાખીને પ્રસ્તુત સંસ્કરણ પ્રકાશિત કરી રહ્યા છીએ. પૂ. ગુરુદેવ શ્રી પ્રાણલાલજી મ.સા. ની જન્મ શતાબ્દી નિમિત્તે કંઈક નવીન અને સમાજોપકારક કાર્ય કરવું કે જે ભાવિ પેઢીના માટે યુગો સુધી ઉપયોગી અને ઉપકારી બને. આ વિચાર વિ. સં. ૨૦૫૨ જુનાગઢ મુકામે પૂ. તપસ્વી ગુરુદેવ રતિલાલજી મ. સા.ના સાનિધ્યમાં પૂજ્યવરા મંગલમૂર્તિ પૂ.મુક્તાબાઈ મ. પોતાના વિશાળ પરિવાર સાથે પધારેલાં તે સમયે વિદુષી સાધ્વી રત્ના પૂ. ઉષાબાઈ મ.ને અંતઃસ્કૂરણા થઈ કે જો આપણે નાના મોટા દરેક સાધ્વીઓ જહેમત ઉઠાવીએ તો ગુરુદેવની અને ગુણીમૈયાની અસીમ કૃપાથી આ કાર્યનું સ્વપ્ન સાકાર કરી શકીએ. આ વાત તેમણે પૂ. તપસ્વી ગુરુદેવ અને પૂ. ગુરુણીમૈયા મુક્ત-લીલમ ગુસ્સી પાસે વ્યક્ત કરી અને પૂ. તપસ્વી ગુરુદેવ અને ગુસ્સામૈયાની સહર્ષ અનુમતિ મળી ગઈ. તુરંત શિષ્ય શિષ્યાઓ ઉત્કટ ઉત્કંઠા સાથે સરળ ગુજરાતી ભાષામાં બત્રીસ શાસ્ત્રોનું વિવેચન કરવા તૈયાર થઈ ગયાં. પૂજ્ય ગુણીમૈયાએ દરેક સાધ્વીની યોગ્યતા જોઈને આ લખાણનું કાર્ય પોતાના સાધ્વી સમુદાયમાં વિભક્ત કર્યું અને સમય જતાં ઘણું ખરું લખાઈ ગયું. પુણ્ય યોગે રાજકોટ રોયલપાર્ક ઉપાશ્રયમાં પૂજ્ય તપસ્વી ગુરુદેવની પાવન નિશ્રામાં સમ્મિલિત વિશાળ સાધુ-સાધ્વી છંદનું ચાતુર્માસ થયું. સ્વ. પૂજ્ય ગુરુદેવશ્રી પ્રાણલાલજી મ. સા.ની જન્મ દિવસની ઉજવણીના દિવસે સૌરાષ્ટ્ર કેસરી પૂજ્યશ્રી પ્રાણગુરુની સ્મૃતિરૂપે આ પ્રકાશન કાર્યનો પાકો નિર્ણય
43