________________
- હવે જીવાત્મા આ પરિસ્થિતિને ટાળવા માટે તપનું અવલંબન કરે છે. તિતિક્ષાનું
જીવન ધારણ કરે છે અને ઉપરના સંસ્થિત વાક્યમાં આપણે જે કહ્યું છે તે રીતે વાસનાના ક્ષય માટે આત્યંતિક તીવ્રતપની ઉપાસના કરે છે. જેને જૈન પરિભાષામાં
ધાર્મિક ઉપાસનામય જીવન કહેવામાં આવે છે. (૪) ચોથી અવસ્થામાં - આ જ્ઞાનના પ્રભાવે વાસનાનો ક્ષય થવા છતાં તેના કેટલાંક
અંશો શેષ રહી જાય છે, અને સમગ્ર વાસના પુણ્યરૂપે પરિવર્તિત થઇ જાય છે. ત્યારે જીવ જેમાં બિલકુલ હિંસા નથી, કોઈ પાપ નથી છતાં પરમ સુખોપભોગ યુક્ત કરોડો વર્ષનું જીવન પ્રાપ્ત કરે છે. તેમાં જીવ નિષ્કામ હોવા છતાં પણ સુખમય અવસ્થામાં પોતાનો જીવનકાળ પૂર્ણ કરે છે અને આવું નિર્દોષ જીવન ભોગવ્યા પછી તે જીવ સહજ ભાવે મુક્ત થઇ જાય છે. ઉપરમાં જે સૂત્ર આપ્યું છે, તે પ્રમાણે તે મુક્તિના ભાવોને ભજે છે.
અનુત્તરોવવાદ સૂત્રમાં ઉપરોક્ત ચાર અવસ્થામાંથી અંતિમ બે અવસ્થાના આધારે જીવન વ્યાપન કરી જે પુણ્યાત્માઓ નિર્દોષ શાંતિમય અવસ્થા ભોગવી રહ્યા છે અને છેવટે મુક્ત થવાના છે તેવા પવિત્ર આત્માઓની જીવન લીલાના અનુપમ ઉદાહરણ રૂપ દ્રષ્ટાંતો આપ્યા છે.
જીવનમાં જે કાંઈ દુઃખમય અવસ્થાઓ છે તેમાંથી મુક્ત થવા માટે મનુષ્ય ધર્મનું અવલંબન ગ્રહણ કરે છે. ભોગના બે છેડા છે – એક તીવ્ર ભોગ અને બીજો તીવ્ર ત્યાગ અર્થાત્ એક છેડે આશક્તિ અને બીજે છેડે વિરક્તિ.
જે જીવો નાશવંત ભોગોના સ્વભાવથી જાણીતા થઈ તેમાંથી છૂટવા માટે એક અવનવો પ્રયોગ કરે છે, આ પ્રયોગમાં તે તિતિક્ષા અને તપશ્ચર્યા, તે બે મુખ્ય સાધનોનું અવલંબન ગ્રહણ કરે છે.
કેટલાંક ધર્મોએ તિતિક્ષાનો તીવ્ર માર્ગ ગ્રહણ ન કરતાં મધ્યમ માર્ગ ગ્રહણ કર્યો છે અને તીવ્રભોગ પણ નહીં અને તીવ્ર ત્યાગ પણ નહીં, મધ્યસ્થ ભાવે સાધના કરી છે. બૌદ્ધ ઉપાસના માધ્યમ માર્ગીય છે અને તે જ રીતે ગીતા દર્શન પણ મિત આહાર, મિત વ્યવહાર ઇત્યાદિ સિધ્ધાંતો પ્રમાણે મધ્યમ માર્ગથી જીવન વ્યાપન કરવાનું સૂચન આપે છે. જ્યારે
21 ON