________________
પરિશિષ્ટ-૩
| ૮૯
જીવનભર છઠને પારણે છઠ કરનારાઓને છ ભક્તનો ત્યાગ કરવો જરૂરી હોય તો પછી પારણું ક્યારેય થાય નહીં. આ જ રીતે ચઉત્થના પારણે ચઉત્થ, અઠ્ઠમના પારણે અટ્ટમ કરનારને તેટલા ભક્તના ત્યાગ ગણવાથી પારણાનો કોઈ સમય રહે જ નહીં માટે એમ માનવામાં આવે છે કે ચઉત્થભક્ત, છઠ, અઠ્ઠમ આદિ આ નામ સંજ્ઞા છે જેનો શબ્દાર્થ ઘટવો જરૂરી હોતો નથી. આગમમાં આવા કેટલા બધા નામો છે જેનો ત્યાં કંઈ અર્થ ઘટિત થતો નથી. વ્યાકરણ અનુસાર તથા વ્યવહાર અનુસારે પણ બધાં નામો સાર્થક જ હોય એવો કોઈ નિયમ થતો નથી.
૪. આયબિલ :- "આયંબિલ" શબ્દ એક સામાસિક શબ્દ છે. તેમાં બે શબ્દ છેઆયામ અને અસ્તુ. આયામનો અર્થ છે બધા, સમસ્ત અને અસ્લનો અર્થ છે રસ. બધા રસોનો, સ્વાદનો પૂર્ણ રીતે ત્યાગ કરવો તે આયંબિલ તપ છે. અભિધાન રાજેન્દ્ર કોશમાં બતાવેલ છે કે એક કે બે કોઈ પણ રૂક્ષ ખાદ્યપદાર્થ પાણીમાં પલાળી નીરસ કરી ખાવા તે આયંબિલ છે.
૫. સંસૃષ્ટ:- ગૃહસ્થ ભોજન કરી રહ્યા હોય અને મુનિરાજ ગૌચરીને માટે ગૃહસ્થના ઘરે પહોંચે, ત્યારે ભોજન કરતાં દાતાના હાથ શાક, દાળ, ચોખા વગેરેથી અથવા કોઈ રસાળ પદાર્થથી લિપ્ત હોય અર્થાતુ સંસૃષ્ટ હોય અને તે દાતા તે જ સંતૃષ્ટ હાથે ભિક્ષા દેવા તત્પર હોય, તો એવા ભિક્ષાને સંસ્કૃષ્ટ અન્ન કહેવાય છે. પ્રસ્તુતમાં ધન્ય અણગારને આવા સંતુષ્ટ હાથથી દેવાયેલ અન્ન લેવાનો સંકલ્પ હતો. શાસ્ત્રોમાં તેના અનેક ભંગ કરીને વિવેચન કરાયું છે.
૬. ઉચ્ચ, નિમ્ન, મધ્યમ કુળ :–પ્રસ્તુતમાં ઉચ્ચ, નિમ્ન અથવા મધ્યમ શબ્દ કોઈ જાતિ અથવા વંશની અપેક્ષાથી વિવક્ષિત નથી. માત્ર સંપત્તિવાન કુળને લોકો ઉચ્ચકુળ કહે છે. સંપતિવિહીન કુળને નિમ્ન કુળ કહે છે અને સાધારણકુળ મધ્યમકુળ કહેવાય છે. જાતિ અથવા વંશની વિવક્ષા નથી. આચારાંગ સૂત્રમાં કહેલ છે કે લોકમાં જે અજુગુપ્સિત, અગહિત કુલ છે તેવા ઘરોમાં જૈન મુનિને ગોચરી જવાનું હોય છે. નિશીથ સૂત્રમાં જુગુણિત ગહિત કુળમાં ગોચરી જવાનું પ્રાયશ્ચિત્ત કહેલ છે માટે અહીં ઉચ્ચ નિમ્ન શબ્દપ્રયોગથી સંપન્ન તથા અસંપન્ન અર્થ કરવો ઉચિત છે.
૭. સામાનયાહું પરસ એડુિં :- સામાયિક આદિ અગિયાર અંગનું અધ્યયન કર્યું. કોઈ પણ સંયમ સાધકને અધ્યયન કરવામાં સર્વ પ્રથમ સામાયિક આદિ છ આવશ્યક રૂપ સામાયિક પ્રતિક્રમણનું જ અધ્યયન કરવામાં આવે છે. તેથી એના સહિત અગિયાર અંગ અથવા બાર અંગનું અધ્યયન કરવાનો પાઠ આવે છે. આચારાંગ આદિનો સમાવેશ II II માં થઈ જાય છે. સામાયિક વગેરે આવશ્યક સૂત્ર