________________
નક્ષત્ર
[ પ ૧ |
હે જંબ! તે કાળે અને તે સમયે કાકંદી નામની નગરી હતી. ત્યાં જિતશત્રુ રાજા રાજ્ય કરતા હતા. કાકંદી નગરીમાં ભદ્રા નામની એક સાર્થવાહી રહેતી હતી. તે સંપન્ન થાવત્ સમાજમાં સન્માનિત હતી. તે ભદ્રા સાર્થવાહીને સુનક્ષત્ર નામનો પુત્ર હતો. તે પરિપૂર્ણ અંગોપાંગવાળો યાવતું સુરૂપ હતો. પાંચ ધાવમાતાઓથી તેનું પાલન પોષણ થતું હતું. ધન્યકુમારની જેમ તેનું પાણીગ્રહણ બત્રીસ કન્યાઓ સાથે થયું લાવ તે શ્રેષ્ઠ મહેલમાં ઉપર માનુષિક સુખો ભોગવતો રહેવા લાગ્યો.
તે કાળે અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર સ્વામી ત્યાં પધાર્યા. ધન્યકુમારની જેમ સુનક્ષત્ર પણ ધર્મદેશના શ્રવણ કરવા માટે નીકળ્યા. થાવચ્ચ પુત્રની જેમ સુનક્ષત્રકુમારનું નિષ્ક્રમણ જાણવું. યાવત્ અણગાર થઈ ગયા, ઈર્યાસમિતિનંત યાવત બ્રહ્મચારી બની ગયા.
ત્યાર પછી તે સુનક્ષત્ર અણગાર જે દિવસે ભગવાન મહાવીરની પાસે મુંડિત થઈ ગૃહસ્થ જીવનનો ત્યાગ કરી સંયમ ધર્મમાં પ્રવ્રજિત થયા તે જ દિવસે તેમણે ધન્ય અણગારની જેમ અભિગ્રહ ગ્રહણ કર્યો થાવત્ જેમ સાપ દરમાં પ્રવેશ કરે તેમ અનાસક્ત ભાવે આહાર કરતાં સંયમ અને તપથી આત્માને ભાવિત કરવા લાગ્યા. ત્યાર પછી પ્રભુએ બહાર જનપદોમાં વિહાર કર્યો. સુનક્ષત્ર અણગારે અગિયાર અંગોનો અભ્યાસ કર્યો. સંયમ અને તપથી આત્માને ભાવિત કરી વિચરણ કરવા લાગ્યા, ત્યાર પછી સુનક્ષત્ર મુનિ તે ઉદારતપથી સ્કંદક અણગારની જેમ કૃશ થઈ ગયા.
વિવેચન :
અહીંથી સૂત્રકાર ત્રીજા વર્ગનાં શેષ અધ્યયનોનું વર્ણન કરે છે. આ સૂત્રમાં સુનક્ષત્ર અણગારનું વર્ણન કરેલ છે એ પણ ભદ્રા માતાના પુત્ર અને ધન્ય અણગારના સગા ભાઈ હતા. સૂત્રનો અર્થ મૂળ પાઠથી જ સ્પષ્ટ છે. સંક્ષિપ્ત પાઠ માટે સૂત્રકારે થાવર્ગાપુત્ર અને ધન્ય અણગારનો નિર્દેશ કરેલ છે. પાઠકોએ થાવર્ચાપત્રના વિષયમાં જાણવાને માટે "જ્ઞાતાધર્મકથા સૂત્ર"ના પાંચમા અધ્યયનનો અભ્યાસ કરવો જોઈએ અને ધન્ય અણગારનું વર્ણન આ વર્ગના પ્રથમ અધ્યયનમાં આવી ગયું છે.
૩૩વગ:- અધ્યયનના પ્રારંભમાં આવતા આ પદથી નીચેનો પાઠ ગ્રહણ કરવો જોઈએ.
जइणं भंते !समणेणं भगवया महावीरेणं जावसंपत्तेणं णवमस्स अंगस्स अणुत्तरोववाइय दसाणंतच्चस्स वग्गस्स पढमस्स अज्झयणस्स अयमढे पण्णत्ते, दोच्चस्सणं भत्ते ! अज्झयणस्स के अढे पण्णत्ते?
આ પ્રકારનો પાઠ પ્રત્યેક અધ્યયનના પ્રારંભમાં છે. તેને " વો "શબ્દથી સંક્ષિપ્ત કરવામાં આવ્યો છે. બીજા સૂત્રમાં પણ આ જ શૈલીનું અનુસરણ કરવામાં આવ્યું છે.
જે પ્રકારે શ્રમણ ભગવાન મહાવીરની પાસે દીક્ષિત થઈ ધન્ય અણગારે પારણાના દિવસે આયંબિલ અભિગ્રહ ધારણ કર્યું હતું, તે જ પ્રમાણે સુનક્ષત્ર અણગાર પણ કર્યું અને સુનક્ષત્ર અણગારનું શરીર પણ