________________
વર્ગ ૧/અધ્ય.૧
2
भट्टित्तं सामित्तं महत्तरगत्तं आणाईसरसेणावच्चं कारेमाणे पालेमाणे મદડડદ-પટ્ટ-જય-વાયત તા-તલ-તલતુથ-પગ-મુનपडुप्पवाइयरवेणं विउलाई भोगभोगाइ भुंजमाणे विहरइ । ભાવાર્થ :- દ્વારકા નગરીમાં કૃષ્ણ નામના વાસુદેવ રાજા રાજ્ય કરતા હતા. રાજવર્ણન ઉવવાઈ સૂત્રાનુસાર જાણવું. તેઓ(કૃષ્ણ મહારાજ)સમુદ્રવિજય પ્રમુખ દશ પૂજ્યજનો, બળદેવ પ્રમુખ પાંચ મહાવીર, પ્રધુમ્નકુમાર પ્રમુખ સાડા ત્રણ કરોડ રાજકુમારો, શાંખકુમાર પ્રમુખ ૬૦ હજાર દુર્દાત્તકુમારો, મહાસેન પ્રમુખ પ૬ હજાર સેનાપતિઓ, વીરસેન પ્રમુખ એકવીસ હજાર વીરો, ઉગ્રસેન પ્રમુખ ૧૬ હજાર રાજા, રુક્મિણી પ્રમુખા ૧૬ હજાર રાણીઓ, અનંગસેના પ્રમુખા હજારો ગણિકાઓ તથા બીજા અનેક ઐશ્વર્યશાળી તલવર, માડમ્બિક, કૌટુંબિક, ઈભ્ય, શ્રેષ્ઠી, સેનાપતિ સાર્થવાહો સહિત દ્વારકા તથા અડધા ભારત વર્ષ પર આધિપત્ય કરતાં આગેવાની, ભર્તૃત્વ, સ્વામિત્વ, મહત્તરત્વ(મોટાઈ) અને આજ્ઞાકારક સેનાપતિત્વ કરતા, પાલન કરતા, કથાનૃત્ય, ગીતનાટ્ય, વાધ, વીણા, કરતાલ, તૂર્ય, મૃદુંગને કુશળ પુરુષો દ્વારા વગાડવામાં આવતી મહાધ્વનિ સહિત વિપુલ ભોગોને માણતા-અનુભવતા વિચરતા હતા.
વિવેચન :
આ સૂત્રમાં સૂત્રકારે કૃષ્ણ મહારાજની ત્રણે ખંડની બાહ્ય આત્યંતર રાજ સંપદાઓનું વર્ણન કર્યું છે. રાજાની સાચી સંપત્તિ તો ઉત્તમ, ગુણવાન, શૌર્યવંતી, ખમીરવંતી તેની પ્રજા જ છે.
રસË રસાળ :- કૃષ્ણ મહારાજ સ્વયં જેમનું માન-સન્માન જાળવતા એવા દશ દશાર્ણ (પૂજ્યજનો) તેમની સંપદા હતી. જેના નામ આ પ્રમાણે છે– વૃત્તિકાર અભયદેવ સૂરિના શબ્દોમાં -
समुद्रविजयोऽक्षोभ्यस्तिमितः सागरस्तथा । હિમવાનવતરવૈવ, ધરણ: પૂરણ તથા III अभिचंद्रश्च नवमो वसुदेवश्च वीर्यवान् । वसुदेवानुजे कन्ये, कुंती मद्री च विश्रुते ॥२॥
दश च तेऽर्हश्चि पूज्याः इति दशार्हाः । કૃષ્ણ મહારાજના પિતા વસુદેવ દસ ભાઈઓ હતા. (૧) સમુદ્રવિજય (૨) અક્ષોભ્ય (૩) સ્વિમિત (૪) સાગર (૫) હિમવાનું (૬) અચલ (૭) ધરણ (૮) પૂરણ (૯) અભિચંદ્ર (૧૦) વસુદેવ. સૌથી મોટા સમુદ્રવિજય અને સૌથી નાના વસુદેવ અને બે બહેનો કુંતી અને માદ્રી હતા. પારિવારિક સંપદા -૧૬ હજાર રુક્મિણી આદિ રાણીઓ, કૃષ્ણ મહારાજની પારિવારિક સંપદા હતી. બળસંપદા - સાડા ત્રણ કરોડ પ્રદ્યુમ્નાદિ કુમારો, ૬૦ હજાર શાંબાદિ દુર્દાત્ત કુમારો, બળદેવાદિ પાંચ મહાવીર, મહાસેનાદિ ૫૬ હજાર સેનાપતિઓ, ઉગ્રસેનાદિ ૧૬ હજાર મુગટબંધી રાજાઓ, વીરસેન પ્રમુખ