________________
પૂર્યા છે એવા મારા મહદ્ ઉપકારી ગુસ્માતેશ્વરી...અપ્રમત્ત સંયમશીલા ભાવયોગિની પૂ. બા.બ્ર. શ્રી લીલમબાઈ મ. સ. ના અખ્ખલિત સુસંસ્કૃત સંશોધન શ્રમે પરમ પૂ. મધુકર મિશ્રીમલજી મ. સા., પરમ પૂજ્ય ઘાસીલાલજી મ. સા., પરમ પૂ. હસ્તિમલજી મ. સા., પરમ પૂજ્ય ઉમેશમુનિજી મ. સા."અણુ" એવં અન્ય પ્રકાશિત અંતગડસૂત્રની શ્રુત સહાયે, મમ સુશિષ્યા સાધ્વી સુધાના લેખન સહારે, સંયમયાત્રાના સહકારી સુશિષ્યા ત્રય સાધ્વી પ્રિયદર્શના, સાધ્વી બિન્દુ તથા સાધ્વી રૂપલના સાનુકૂળ સહયોગે આ ભાગિરથી શ્રુતગંગામાંથી ચુલ્લુભર વારિનું આચમન કરવા-કરાવવા સમર્થ બની છું. વામનમાં વિરાટતા, અસમર્થમાં સામર્થ્ય, અપાત્રમાં પાત્રતા, અપૂર્ણમાં પૂર્ણતાની પ્રાણ-પ્રતિષ્ઠા કરાવનાર વિશ્વવ્યાપી "કૃપાબળનું આ પરિણામ છે.
મારા આ આગમને પ્રકાશમાં લાવનાર શ્રી ગુરુ પ્રાણ ફાઉન્ડેશન પ્રકાશન સમિતિના માનદ સભ્યોશ્રી તથા સર્વ પ્રકાશન કાર્યને પ્રમુખરૂપે વહન કરનાર શ્રી રોયલપાર્ક સ્થા. જૈન મોટા સંઘના પ્રમુખશ્રી ચંદ્રકાંતભાઈ માણેકચંદ શેઠનો પણ આભાર માનું છું. પ્રફ સંશોધનમાં નિઃસ્વાર્થભાવે સહયોગી થનાર સુશ્રાવકશ્રી મુકુંદભાઈનો તથા મુદ્રણ કરનાર શ્રી નેહલભાઈનો પણ આભાર માનું છું.
"ઋણ સ્વીકાર"ની આ ઉજળી તકે વિનમ્રભાવે સાદર, સર્વ નામી અનામી ઉપકારી મહોદધિના ચરણયુગ્મમાં કરબદ્ધ, નતમસ્તકે અંતરની અમૃતમયી ત્રિયોગ સહ ત્રિકાળ વંદના અર્જ કરું છું.
પ્રાન્ત પ્રાર્થ એટલું જ કે... વરસો વરસો અહોનિશ, ખાંડાધારે ઈશ-ગુરુકૃપા, હોય જેના શિરે કૃપા, એની અધૂરી શું રહે કોઈ તૃષા? દેવી હો કે આધ્યાત્મિક, કષાયના કલ્પશો થાય સર્વથા કૃશા; બનું હું આત્મમાં, નિજ–આત્મમય આનંદઘન તરૂપા.
પરમ પાવની શ્રુતગંગા, શ્રુતદેવતા કે શ્રુતધરોની પ્રમાદ, અજ્ઞાનતા કે છદ્મસ્થ બુદ્ધિવશ કોઈપણ ત્રુટી કે અશાતના મારાથી થઈ હોય તો ત્રિવિધ ત્રિવિધ મિચ્છામિ દુક્કડમ્.
ગુરુપાદ પારેણુ સાધ્વી ભારતી.