________________
ભારિલ્લજી, પંડિત રોશનલાલજી, પંડિત નરેન્દ્રઝા અને પ્રિન્સીપાલ આચાર્યાયશોદાબેન પટેલ દ્વારા માગધી, પ્રાકૃત, સંસ્કૃત, હિંદી, ન્યાય, ઈગ્લીશ વગેરે અભ્યાસ કર્યો. તે સમયે અમે પ્રાણ પરિવારના સાધ્વીજીઓએ ૧૫ થી ૧૭ આગમોનું મૂળપાઠ અને ગુજરાતીમાં ભાવાર્થ રૂપે પ્રકાશન કરાવેલ. તેમાં મેં સૂત્રકૃતાંગ સૂત્રનું લેખન કર્યું હતું.
આગમ મનીષી શ્રી ત્રિલોકમુનિએ બત્રીસ શાસ્ત્રોનું મંથન કરી હિંદીમાં સારાંશ પ્રકાશિત કરાવ્યો છે જે જૈનાગમ નવનીત નામથી પ્રસિદ્ધ છે તે સામાન્ય, પ્રૌઢ અને વૃદ્ધજનોને ઉપયોગી થાય એમ છે તેનું ગુજરાતી ભાષાંતર નજીકના ભવિષ્યમાં પ્રકાશિત થશે.
શ્રમણ સંઘીય આગમજ્ઞાતા પ. ૨. શ્રી કન્ડેયાલાલજી મ. સા. 'કમલ'એ આગમોનું વિષયવાર વિભાજન કરી ચાર અનુયોગના નામે સાત ભાગોમાં બત્રીસ સૂત્રોના સંપૂર્ણ મૂળ પાઠ અને અર્થને સમાવિષ્ટ કરનારા વિશાળ ગ્રંથો પ્રકાશિત કરાવ્યા છે. તે દરેક ગ્રંથ આગમ વિષયોના અન્વેષણકર્તાઓ માટે ઘણાં જ ઉપયોગી છે.
આ રીતે અનેક શાસ્ત્રરસિકોએ યથામતિ–યથાશક્તિ શાસ્ત્રોનાં તલસ્પર્શી અભ્યાસથી એ સાગરમાંથી અમૂલ્ય રત્નો વીણી વીણીને જનતા સમક્ષ ભવ્યાત્માઓને માટે રજુ કરેલ છે. આજ પર્યત અનેક શ્રુતજ્ઞાનીઓએ પોતપોતાના અનુભવોનું દોહન જૈન સમાજને પીરસેલ છે, એ એમનો પરમ ઉપકાર છે. આગમોની આરાધના સંસારને તરવાનું કારણ છે. આગમ એ આત્માની અનંત શક્તિના પ્રાકટયની ચાવી છે. જ્ઞાન એ આત્માને આનંદ પમાડનારું ઉત્તમોત્તમ સાધન છે.
| વિખૂટાં પડી ગયેલાં બાળકનો ભેટો થતાં માતૃહૃદયને, અખૂટ ધનરાશિ પ્રાપ્ત થતાં કંજૂસને, મીઠા મધુરા સંગીતનું શ્રવણ કરતાં હરણને, મોરલીના નાદથી સર્પને, મેઘગર્જનાથી મયૂરને, સૂર્યના ઉદયથી ચક્રવાક યુગલને જે આનંદ થાય છે, તેના કરતાં અનેકગણો અધિક આનંદ જીવને અવરાયેલા નિજજ્ઞાન ગુણના વાસ્તવિક સ્વરૂપનો બોધ પ્રાપ્ત થતાં થાય છે.
|
43