________________
ક્યારે ય શક્તિનો દુરુપયોગ તેઓએ કર્યો નથી. વૈદિક પરંપરાની જેમ જૈન પરંપરામાં તેમને ઈશ્વરના અંશ કે અવતાર રૂપ નથી માન્યા. તે યુગના તેઓ સર્વશ્રેષ્ઠ અધિનાયકશાસક હતા. નિદાનકૃત હોવાથી આધ્યાત્મિક વિકાસ ચાર ગુણસ્થાનથી આગળ કરી શક્યા નથી પરંતુ તીર્થકર અરિષ્ટનેમિના પરમભક્ત હતા. વયની દષ્ટિથી કૃષ્ણ જ્યેષ્ઠ હતા અને આધ્યાત્મિક દૃષ્ટિથી અરિષ્ટનેમિ જ્યેષ્ઠ હતા. એક કર્મવીર હતા તો એક ધર્મવીર હતા. એક પ્રવૃત્તિપ્રધાન હતા તો એક નિવૃત્તિપ્રધાન હતા. અન્તકૃદશા, સમવાયાંગ, જ્ઞાતાધર્મકથા, સ્થાનાંગ, નિરયાવલિકા, પ્રશ્નવ્યાકરણ, ઉત્તરાધ્યયન આદિ આગમો તથા તેની નિયુક્તિ, ચૂર્ણિ, ભાષ્ય અને ટીકા ગ્રંથોમાં તેમના જીવનથી સંબંધિત અનેક ઘટનાઓ છે. શ્વેતાંબર અને દિગંબર બંને પરંપરાઓના મૂર્ધન્ય મનીષીઓએ કૃષ્ણના જીવન પ્રસંગોને લઈને શતાધિક ગ્રંથોની રચના કરી છે. ભાષાની દષ્ટિએ તે રચનાઓ પ્રાકૃત, અપભ્રંશ, સંસ્કૃત, પ્રાચીન ગુજરાતી, રાજસ્થાની તથા હિન્દીમાં છે.
આ આગમમાં શ્રીકૃષ્ણનું ઈન્દ્રધનુષી વ્યક્તિત્વ જોઈ શકાય છે. તેઓ ખુદ ત્રિખંડાધિપતિ હોવા છતાં એક તરફ માતા પિતા પ્રત્યેની પરમભક્તિથી પ્રેરાઈને માતાની અભિલાષા પૂર્તિ માટે દેવ આરાધના, બીજી તરફ ભાઈ પ્રત્યેનો અત્યધિક સ્નેહ, ભગવાન અરિષ્ટનેમિ પ્રતિ અત્યંત શ્રદ્ધા તથા નિષ્ઠાનું દર્શન થાય છે. રણક્ષેત્રમાં અસાધારણ વિક્રમ દેખાડતા વજથી પણ કઠોર પ્રતીત થાય છે તો વદ્ધ વ્યક્તિને જોઈને ફૂલ જેવું કોમળ હૃદય અનુકંપાથી દ્રવિત થઈ જાય છે અને એના સહયોગ માટે સ્વયં ઢગલામાંથી ઈટ ઉઠાવે છે. દ્વારકા વિનાશની વાત સાંભળી બીજાને પ્રવ્રજ્યા લેવાની પ્રેરણા કરે છે, દીક્ષિતોના પરિવાર, વ્યવહારની વ્યવસ્થા કરવાનું વચન આપે છે, ત્યારે પોતાના પુત્ર, પુત્રી, પૌત્ર, પટ્ટરાણીઓને સંયમ ગ્રહણની સહર્ષ અનુમતિ પણ આપે છે. આવશ્યક નિર્યુક્તિમાં વર્ણન છે કે તેઓ પૂર્ણરૂપથી ગુણાનુરાગી હતા. કૂતરાના સડેલા શરીરમાં ખદબદતા કીડા તરફ નજર ન નાખતા કળીબદ્ધ દંતપંક્તિઓની પ્રશંસા કરે છે.
અરિષ્ટનેમિ ભગવાનનો ઉલ્લેખ જૈનેત્તર વૈદિક પરંપરાઓમાં અનેકવાર થયો છે. ટ્વેદમાં અરિષ્ટનેમિ શબ્દ ચાર વાર આવે છે. ''સ્વતિ નસ્તા
37