________________
સુદર્શન, યમલોક, વલીક, કંબલ, પાલ અને અંબષ્ઠપુત્ર. અને એમાં લખ્યું છે કે આ આગમમાં પ્રત્યેક તીર્થકરોના સમયમાં થનારા દશ-દશ આંતકૃત્ કેવળીઓનું વર્ણન
જયધવલામાં પણ આ વાતનું સમર્થન કર્યું છે. સમવાયાંગ તથા તત્ત્વાર્થ રાજવાર્તિકમાં જે નામોનો ઉલ્લેખ છે તે અંતકૃદશાંગમાં નથી. વર્તમાને અંતકૂદશાંગમાં આઠ વર્ગ છે અને પ્રથમ વર્ગના દશ અધ્યયન છે. તેના નામ આ પ્રમાણે છે
ગૌતમ, સમુદ્ર, સાગર, ગંભીર, સ્વિમિત, અચલ,કાંપિલ્ય, અક્ષોભ, પ્રસેનજિત અને વિષ્ણુ. સ્થાનાંગવૃત્તિમાં આચાર્ય અભયદેવે આને વાચનાંતર લખ્યું છે.(સ્થા.વૃત્તિ પત્ર ૪૮૩) આનાથી સ્પષ્ટ થાય છે કે સમવાયાંગમાં વર્ણિત વાચના પૃથક છે.
આ આગમમાં એક શ્રુતસ્કંધ, આઠવર્ગ, નેવું અધ્યયન, ૮ ઉદ્દેશનકાળ(વાચના પ્રદાન કાળ), સમુદ્રેશનકાળ(પુનરાવર્તન અને સ્થિરિકરણ કાળ)અને પરિમિત વાચનાઓ છે. આમાં અનુયોગદ્વાર, વેઢા, શ્લોક, નિર્યુક્તિઓ, સંગ્રહણીઓ, પ્રતિપત્તિઓ, સંખ્યાત–સંખ્યાત છે. આમાં પદ સંખ્યાત અને અક્ષર સંખ્યાત હજાર બતાવવામાં આવ્યા છે. વર્તમાનમાં પ્રસ્તુત અંગ ૯૦૦ (નવસો) શ્લોક પ્રમાણ છે.
આઠ વર્ગનો એક જ શ્રુતસ્કંધ છે. તેના પૃથક્ પૃથક્ અધ્યયન છે. જેમ કેપહેલામાં દશ, બીજામાં આઠ(દશ), ત્રીજાના–તેર, ચોથાના દશ, પાંચમાના દશ, છઠ્ઠાના સોળ, સાતમા વર્ગમાં તેર અને આઠમા વર્ગમાં દશ અધ્યયન છે. પ્રભુ મહાવીરની આ સાક્ષાત્ વાણી છે. ઉપોદ્દાતમાં કોઈ કોઈ જગ્યાએ બતાવ્યું છે, ભગવાને આ પ્રમાણે વર્ણન કર્યું વગેરે. પ્રભુની વાણી હોવાથી આ શાસ્ત્ર સર્વજ્ઞ પ્રણીત છે અને તેથી તે સર્વમાન્ય છે. દ્વાદશાંગીવાણી શબ્દથી પૌરુષેય છે અને અર્થથી અપૌરુષેય છે.
કાળદોષે વર્તમાને આ શાસ્ત્રની શ્લોક સંખ્યા તથા પદ સંખ્યા અલ્પ જ બચી છે પણ જેટલી છે તેટલી ઉત્તમ અને પથદર્શક છે. વિધિપૂર્વકનું આગમ અધ્યયન સાધકને અવશ્ય નિર્વાણપથનું માર્ગદર્શન વર્તમાને પૂરું પાડે છે. આ સત્ય હકીકત છે.
3
35