________________
નામકરણ :
નામ છે અંતકૃદ્દશાંગ સૂત્ર. જેનો સંધિ વિચ્છેદ થાય છે– અન્નકૃત્ + દશા + અંગ + સૂત્ર = અન્તકૃદશાંગ સૂત્ર. જેઓએ સંયમ સાધના એવં તપ સાધના દ્વારા આઠ પ્રકારના કર્મો ઉપર વિજય પ્રાપ્ત કરી, ચૌર્યાસી લાખ જીવાયોનિમાં આવાગમન રૂપ જન્મ-મરણના ચક્રનો અંત કરી જીવનની અંતિમ ક્ષણોમાં મોક્ષપદની પ્રાપ્તિ કરી; અથવા જેઓ તે જ ભવમાં આઠે ય કર્મો તથા જન્મ મરણનો અંત કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા એવા ચરમશરીરી નેવું આત્માઓના જીવનચરિત્ર પ્રધાનરૂપે વર્ણિત હોવાથી આ શાસ્ત્રના નામની શરૂઆતમાં "અન્તકૃત્" શબ્દ મૂક્યો છે.
દશા ઃ- દશા શબ્દના અહીં બે અર્થ ३७ છે—
૧. જીવનની ભોગાવસ્થાથી યોગાવસ્થા તરફના ગમનને 'દશા' કહે છે. બીજા શબ્દોમાં શુદ્ધ અવસ્થા તરફ થતી નિરંતર પ્રગતિને "દશા" કહે છે.
૨. આ આગમના પ્રત્યેક સૂત્રમાં અંતકૃત્ સાધક નિરંતર શુદ્ધાવસ્થા તરફ ગમન કરે છે. તેથી આ ગ્રંથમાં અંતકૃત્ સાધકોની દશાના વર્ણનની જ પ્રધાનતા હોવાથી તેને "અંતકૃદ્ઘશા" કહ્યું છે.
આ આગમમાં આઠ વર્ગ છે. તેમાંથી પ્રથમ(આદિ) વર્ગમાં ચોથા અને પાંચમા(મધ્યમ) વર્ગમાં તથા આઠમા(અંતિમ) વર્ગમાં દશ—દશ અધ્યયન હોવાથી પણ આ સૂત્રને 'અંતકૃદ્ઘશા" કહ્યું છે. દશાનો અર્થ અહીં દસ(સંખ્યા) કરવામાં આવ્યો છે. તેને આગમની ભાષામાં અંતગડદસા કહેવાય છે અને વ્યવહારમાં અંતકૃતદશાંગ સૂત્ર પણ કહેવાય છે.
આમ મોક્ષગામી પુરુષોની વાત અન્ય શાસ્ત્રોમાં પણ આવે છે પરંતુ આ આગમમાં તો તે જ સાધુ–સાધ્વીજીનો જીવન પરિચય છે જેઓ તે જ ભવે મોક્ષે ગયા. અંતગડ–સદા માટે સંસારનો અંત કરનારા જીવોની સાધકદશાનું વર્ણન હોવાથી અંતગડદસા નામ ચરિતાર્થ છે.
33