________________
આદિ તપાગ્નિથી ત્રિવિધતાપને તપાવી બાળી નાંખ્યા. ક્ષીણ મોહ ગુણસ્થાનમાં પ્રવેશ કરી પરમ મુક્ત બનતાં છેલ્લા શ્વાસોશ્વાસમાં સંપૂર્ણ દેહરૂપ નાવને સંસાર સાગરથી તારી, આઠકર્મોનો અંત કરી, જયધ્વજ લહેરાવી અનંત સાદિ ભાંગે સિદ્ધદશાને પ્રાપ્ત કરી અનંતગુણના ધારક આત્માને શુદ્ધ, બુદ્ધ, શાંત નિર્વાણપદ પ્રાપ્ત કરવા બુદ્ધ પુત્ર બની ગયા અને જન્મમરણનો અંત કરી ગયા, અનંતમાં મળી ગયા. આવું પ્રયોગસિદ્ધ આ શાસ્ત્ર છે.
તો હાટકના તાળા ખોલવાની ચારિત્રરૂપ ચાવી લઈને તમારી પાસે હાજર થાય છે. લ્યો, ત્યારે ચાવી ! ખોલો તમારા તાળા, ખજાનો મજાનો છે, તેને વાપરી મસ્તી માણો, સુસ્તી ટાળો, માનવ શરીરની કિંમત સસ્તી ન કરો. અમૂલ્ય માનવભવથી આત્મભાવમાં વસી જાઓ એવું કહેતું આ સિદ્ધાંત આવી રહ્યું છે. આ સૂત્રના અનુવાદિકા છે મારા સુશિષ્યા સુસ્વરકંઠી સાધ્વી ભારતીશ્રી. તેઓના સહયોગી શિષ્યા છે સુધાશ્રી. ભારતી સુધા! અખિલ ભારતમાં જ્ઞાનસુધા વરસાવો અને તમે જ્ઞાનસુધાથી આત્મપ્રદેશો ભીંજવી જાઓ અને કર્મનો અંત કરી કૃતકૃતાર્થ બની જાઓ તેવી શુભેચ્છા.
આ ભગીરથ કાર્ય પરમકૃપાળુ ગુરુ પ્રાણ પ્રસાદે તપસ્વીરાજના અનુગ્રહે તેમજ વર્તમાન ગોંડલ ગચ્છ શિરોમણી પરમદાર્શનિક પ. પૂ. જયંતીલાલજી મહારાજ સાહેબની શુભ નેશ્રાએ, માર્ગદર્શક પરમકૃપાળુ ગુરુદેવ શ્રી વાણીભૂષણ ગિરીશમુનિ મ. સા.ના સહયોગે તથા પરમ ઉપકારે જ્ઞાન પ્રભાવના કરવા સાથે પધારેલા નિષ્કારણ કરુણાશીલ, આગમનું અવલોકન કરવામાં નિષ્કામ યોગી આગમ મનીષી પ. પૂ. ત્રિલોકમુનિશ્રી જેઓ આગમનું આભરણ બનાવવા રાતદિન મનન ચિંતન તીવ્રબુદ્ધિ દ્વારા ભરચક પ્રયત્ન કરી રહ્યા છે. તેઓશ્રીનો પુરુષાર્થ ખૂબ ખૂબ વંદનીય અભિનંદનીય છે. તેઓશ્રીના ચરણોમાં મારી કોટી કોટી વંદના તેમજ મારી સહકારી સાધ્વી છંદોને સાધુવાદ. તેમજ આ આગમનું અવગાહન કરાવવામાં શ્રી ચંદુલાલભાઈ શાહનો અથાગ સહયોગ છે તેમજ પ્રકાશન સમિતિના આગમ પ્રકાશન કરવાના ભેખધારી ઉત્સાહી નરબંકા યુવાન વિજયાબેન માણેકચંદભાઈ શેઠના સુપુત્ર, રોયલપાર્ક, સ્થા. જૈન મોટાસંઘના પ્રમુખ ચંદ્રકાંતભાઈ વગેરે કાર્યકરોને અનેકશઃ ધન્યવાદ. પ્રકાશક, મુદ્રક નેહલભાઈ વગેરે પ્રફ સુધારનાર પ્રોફેસર શ્રમણોપાસક ધર્મનિષ્ઠ શ્રી મુકુંદભાઈ વગેરે સહયોગ કાર્યકર્તાઓના પુરુષાર્થને સાધુવાદ.