________________
૨૧૮
શ્રી અંતગડ સૂત્ર
મનુષ્ય રહે છે. શેષ ત્રણ હજાર યોજનમાં ૮૪૦૦૦ કૂટોથી સુશોભિત ચારે તરફ વહેતી ૫૦૦ નદીઓથી (૫) દ્વારકા (દ્વારવતી) :– ભારતની પ્રાચીન પ્રસિદ્ધ નગરીઓમાં દ્વારકાનું પોતાનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. શ્રમણ અને વૈદિક બંને સંસ્કૃતિના વાડ્મયમાં દ્વારકા નગરીની વિસ્તારથી ચર્ચા છે.
જ્ઞાતાધર્મકથા ૧/૧૬, સૂત્ર ૧૧૩માં તથા અંતગડ સૂત્ર અનુસાર દ્વારકા સૌરાષ્ટ્રમાં હતી. પૂર્વ પશ્ચિમ બાર યોજન લાંબી તથા ઉત્તર દક્ષિણ નવ યોજન પહોળી, સ્વયં કુબેર દ્વારા નિર્મિત સોનાના પ્રકારવાળી પાંચ પ્રકારના મણિઓના જડતરથી જડિત, દેવલોક સદશ અલ્કાપુરી જેવી હતી. તેની ઉત્તરપૂર્વમાં રૈવત પર્વત હતો. ૠતુ ૠતુના ફળફૂલ સંપન્ન નંદનવન તથા સુરપ્રિય યક્ષનું યક્ષાયતન દ્વારકાની શોભા રૂપ હતું. શ્રી કૃષ્ણ વાસુદેવ પોતાના સંપૂર્ણ રાજ્ય પરિવાર સાથે આ નગરીમાં રહેતા હતા. દ્વાર–ઉપદ્દારોથી યુક્ત । હોવાથી તેનું નામ દ્વારવતી પડ્યું. કોઈક મતાનુસાર દ્વારકાના બારપતિ હતા. દશ દશાર્હ તથા કૃષ્ણ અને બળદેવ આ બાર પતિ હોવાથી તે નગરી બારપતિ નગરી કહેવાણી. કાલાંતરે બારપતિમાંથી બારામિત અને અત્યારે દ્વારિકા પ્રસિદ્ધ છે. વùિદશામાં પણ દ્વારકાનું વર્ણન છે.
આચાર્ય હેમચંદ્રે ત્રિષષ્ટિ પર્વ−૮, સર્ગ–૫માં, આચાર્યશીલાંકે વડપન્નામહાપુસિરિય માં દેવપ્રભ સુરિએ પાંડવ ચરિત્રમાં, આચાર્ય જિનસેને હરિવંશપુરાણ ૪૧/૧૮–૧૯માં, આચાર્ય ગુણભદ્રે ઉત્તર પુરાણ ૭૧/૨૦–૨૩માં તથા વૈદિક હરિવંશપુરાણ, વિષ્ણુપુરાણ, શ્રીમદ્ભાગવત આદિમાં દ્વારકાને સમુદ્ર કિનારે માની છે અને કેટલાય ગ્રંથકારોએ સમુદ્રમાંથી બાર યોજન ધરતી લઈને દ્વારકાનું નિર્માણ કર્યાનું બતાવ્યું છે.
મહાભારતના જનપર્વમાં નીલકંઠે કુશાવર્તનો કુશાવર્તનો અર્થ દ્વારકા કર્યો છે. "વ્રજ'ના સાંસ્કૃતિક ઈતિહાસમાં પ્રભુદયાલ ચિત્તલે લખ્યું છે કે શૂરસેન જનપદથી યાદવોના દ્વારકાના નાનકડા રાજ્યમાં આવી જવાથી રાજ્યની ઘણી ઉન્નતિ થઈ. ત્યાં આગળ દુર્ભેદ્ય દુર્ગ અને વિશાળ નગરનું નિર્માણ કરવામાં આવ્યું. તેને અંધવૃષ્ણિ સંઘના એક શક્તિશાળી યાદવ રાજ્યના રૂપમાં સંગઠિત કરવામાં આવ્યું. સમુદ્રતટનું સુદૃઢ આ રાજ્ય વિદેશ આક્રમણ સામે ભારતનું સજાગ પ્રહરી બની ગયું હતું.
ગુજરાતી ભાષામાં દ્વારકાનો અર્થ બંદર છે. દ્વારકા બંદરોની નગરી એવો અર્થ થાય છે. બંદરો દ્વારા યાદવોએ સુદૂર—સમુદ્રની યાત્રા કરી વિપુલ સંપત્તિ અર્જિત કરી હતી.
દ્વારકાના સ્થાન બાબત અલગ અલગ મત છે.
(૧)
રાયસ ડેવીડસે કમ્બોજને દ્વારકાની રાજધાની લખ્યું છે– (બુધિષ્ટ ઈંડિયા પે. ૨૮).
(૨)
પેતવત્થમાં દ્વારકાને કમ્બોજનું એક નગર માન્યું છે. ડૉકટર સલ્લ શેખરે પ્રસ્તુત કથનનું સ્પષ્ટીકરણ કરતા લખ્યું છે કે સંભવ છે આ કમ્બોજ જ "કંસભોજ" હોય જે અંધકવિષ્ણુના દશપુત્રોનો દેશ હતો. (દી ડિક્શનેરી ઓફ પાલી પ્રૉમર નેમ્સ ભાગ-૧, પૃષ્ઠ ૧૧૨).
(૩) ડૉ. મોતીચંદ, કમ્બોજને પામીર પ્રદેશ માને છે અને દ્વારકાને વદરવંશાથી ઉત્તરમાં અવસ્થિત