________________
[ ૧૮૨ ]
શ્રી અંતગડ સૂત્ર
सोलसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, चउत्थं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, छटुं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, अट्ठमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ पारेत्ता, दसमं करेइ, करेत्ता सव्वकामगुणियं पारेइ । ॥ सत्तमी लया ॥
एक्काए कालो अट्ठ मासा पंच य दिवसा । चउण्हं दो वासा अट्ठ मासा वीस दिवसा । सेसं तहेव जाव सिद्धा । णिक्खेवओ। ભાવાર્થ:- આ પ્રમાણે વીરકૃષ્ણા આર્યાનું પણ ચરિત્ર સમજી લેવું જોઈએ. વિશેષમાં વીરકૃષ્ણા આર્યાએ મહાસર્વતોભદ્ર તપની આરાધના કરી. જે આ પ્રમાણે છે
પ્રથમ લતા:- સૌ પ્રથમ એક ઉપવાસ કર્યો, ત્યાર પછી છઠ, અટ્ટમ, ચાર, પાંચ, છ, સાત ઉપવાસ કર્યા. આ પ્રથમ લતા થઈ. પારણામાં વિગયયુક્ત પારણાં કર્યા.
બીજી લત્તા- સર્વપ્રથમ ચાર(ચોલું) એક ઉપવાસ, પાંચ, છ, સાત, એક ઉપવાસ, છઠ, અટ્ટમ આ ક્રમથી બીજી લતાની આરાધના કરી.
ત્રીજી લતા- સાત, એક ઉપવાસ, છઠ, અટ્ટમ, ચાર, પાંચ, છ આ ક્રમથી ત્રીજી લતાની આરાધના કરી.
ચોથી લતા- સર્વપ્રથમ અટ્ટમ, ચાર, પાંચ છ, સાત, એક ઉપવાસ, છઠથી ચોથી લતાની આરાધના કરી.
પાંચમી લતા- સર્વપ્રથમ છ ઉપવાસ, સાત, એક ઉપવાસ, છઠ, અટ્ટમ, ચાર, પાંચથી પાંચમી લતાની આરાધના કરી. છઠ્ઠી લતા- સર્વપ્રથમ છઠ, અટ્ટમ, ચાર, પાંચ, છ, સાત, એક ઉપવાસથી છઠ્ઠી લતાની આરાધના કરી. સાતમી લતા- સર્વપ્રથમ પાંચ, છ, સાત, એક ઉપવાસ, છઠ, અટ્ટમ, ચારથી સાતમી લતાની આરાધના કરી.
આ રીતે સાત લતાની એક પરિપાટી થઈ. એક પરિપાટી આઠ મહિના અને પાંચ દિવસમાં પૂર્ણ થાય છે. (જેમાં ઓગણપચાસ દિવસ પારણાના અને છ મહિના-સોળદિવસ(૧૯૬ દિવસ) તપસ્યાના થાય છે.) પ્રથમ પરિપાટીના પારણાં વિગયયુક્ત કર્યા. આમ ચાર પરિપાટી વીરકૃષ્ણા આર્યાએ બે વર્ષ, આઠ મહિના, વીસ દિવસમાં (૯૮૦ દિવસ) પૂર્ણ કરી. ચારે ય પરિપાટીના પારણાં રત્નાવલી તપ સમાન જ સમજવા. અનેકવિધ તપની આરાધના કરી ચૌદ વર્ષની ચારિત્રપર્યાયનું પાલન કરી વાવતું સિદ્ધગતિને પામ્યાં. ઉપસંહાર વાક્ય પૂર્વવત્ સમજવું.