________________
૧૭૪ ]
શ્રી અંતગડ સૂત્ર
एवं खलु एयं दसदसमियं भिक्खुपडिम एक्केणं राइदियसएणं अद्धछडेहि य भिक्खासएहिं अहासुत्तं जाव आराहेइ, आराहेत्ता बहूहिं चउत्थ-छट्ठट्ठमदसम- दुवालसेहिं मासद्धमासखमणेहिं विविहेहिं तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ।
तए णं सा सुकण्हा अज्जा तेणं ओरालेणं तवोकम्मेणं जाव सिद्धा । णिक्खेवओ। ભાવાર્થ:- આર્યા ચંદનબાળાજીની અનુજ્ઞા પામીને આર્યા સુકૃષ્ણા "અષ્ટ–અષ્ટમિકા" ભિક્ષુપ્રતિમા અંગીકાર કરીને વિચરવાં લાગ્યાં પ્રથમ અષ્ટકમાં એક–એક દત્તિ આહારની અને એક–એક પાણીની ગ્રહણ કરાય છે. એક એક ક્રમશઃ વધારતાં યાવત્ આઠમાં અષ્ટકમાં આઠ-આઠ દત્તિ આહારની તથા પાણીની ગ્રહણ કરાય છે. આ પ્રમાણે આઠમી ભિક્ષુપ્રતિમા તપસ્યા ૮૪૮ = ૬૪ અહોરાત્રિમાં પૂર્ણ થાય છે. ૬૪ દિવસની બસ્સો અઢ્યાસી(૨૮૮) દત્તિઓ થાય છે. સુકૃષ્ણા આર્યાએ સૂત્રોક્તવિધિ અનુસાર આઠમી પ્રતિમાનું આરાધન કર્યું.
ત્યાર પછી આર્યા ચંદનબાળાજીની અનુજ્ઞા પ્રાપ્ત કરીને તેઓએ "નવ નવમિકા" ભિક્ષુપ્રતિમા અંગીકાર કરી. પ્રથમ નવકમાં એક–એક દત્તિ આહાર અને પાણીથી લઈ નવમી નવકમાં નવ-નવ દત્તિ આહારની અને પાણીની ગ્રહણ કરવામાં આવે છે. આ પ્રતિમાનો કાળ ૯૪૯ = ૮૧ અહોરાત્રિનો છે. એમાં આહાર પાણીની ચારસો પાંચ દત્તિઓ થાય છે. આભિક્ષુપ્રતિમાનું સુકૃષ્ણા આર્યાએ સમ્યફ આરાધન કર્યું. ત્યાર પછી દશમી "દશ-દશમિકા" ભિક્ષુપ્રતિમાને અંગીકાર કરી. જેમાં ક્રમશઃ વધતાં વધતાં દશમા દશકમાં દશ-દશ દત્તિ આહારની અને પાણીની ગ્રહણ કરાય છે. આ ભિક્ષુપ્રતિમા ૧૦૦(એકસો) અહોરાત્રિની છે અને તેની પાંચસો પચાસ દત્તિઓ થાય છે. - ત્યાર પછી સુકૃષ્ણા આર્યા ઉપવાસાદિથી લઈ માસખમણ અર્ધ માસખમણ આદિ વિવિધ પ્રકારની તપસ્યાથી આત્માને ભાવિત કરતાં વિચરવાં લાગ્યાં યાવતું બાર વર્ષની દીક્ષા પર્યાય પાળી સિદ્ધગતિને પામ્યાં. ઉપસંહાર વાક્ય પૂર્વવત્ સમજવું. વિવેચન :
આ બંને સૂત્રોમાં સુકૃષ્ણા આર્યાનું ચાર ભિક્ષુપ્રતિમાઓની આરાધનાનું વર્ણન છે. ત્રીજા વર્ગના ઓગણીસમા સૂત્રમાં વર્ણિત ભિક્ષુ પ્રતિમાથી આ ભિક્ષુપ્રતિમાઓ અલગ છે. ત્રીજા વર્ગમાં વર્ણિત ભિક્ષપ્રતિમાઓનો કાળ વધુમાં વધુ એક માસનો છે. જ્યારે અહીં વર્ણિત ભિક્ષુ પ્રતિમામાં સાતમીનો કાળ ૪૯ દિવસનો છે. એવી જ રીતે જેટલામી ભિક્ષુપ્રતિમા હોય એટલા એટલા દિવસના એ જ સંખ્યાના જોડલા ગણવાના છે. જેમ કે
૭ મી ભિક્ષપ્રતિમાના
૭ દિવસના ૭ જોડલા (સપ્તક) ૭x૭ = ૪૯ દિવસ