________________
[ ૧૬ ]
શ્રી અંતગડ સૂત્ર
આઠમો વર્ગ અધ્યયન - ર : સુકાલી
સુકાલી આર્યાનું કનકાવલી તપ :| १ तेणं कालेणं तेणं समएणं चंपा णामं णयरी । पुण्णभद्दे चेइए । कोणिए राया । तत्थ णं सेणियस्स रण्णो भज्जा, कोणियस्स रण्णो, चुल्लमाउया सुकाली णामं देवी होत्था । जहा काली तहा सुकाली वि णिक्खता जाव तवोकम्मेहिं अप्पाणं भावेमाणी विहरइ ।
तए णं सा सुकाली अज्जा अण्णया कयाइं जेणेव अज्जचंदणा जाव इच्छामि णं अज्जाओ ! तुब्भेहिं अब्भणुण्णाया समाणी कणगावली तवोकम्म उव- संपज्जित्ताणं विहरित्तए । एवं जहा रयणावली तहा कणगावली वि, णवरं- तिसु ठाणेसु अट्ठमाई करेइ, जहिं रयणावलीए छट्ठाई । एक्काए परिवाडीए संवच्छरो, पंच मासा, बारस य अहोरत्ता । चउण्हं पंच वरिसा णव मासा अट्ठारस दिवसा । सेसं तहेव । णव वासा परियाओ जाव सिद्धा । णिक्खेवओ।
ભાવાર્થ:- તે કાલે, તે સમયે ચંપા નામની નગરી હતી. પૂર્ણભદ્ર નામનું ઉધાન હતું. કોણિક રાજા રાજ્ય કરતા હતા. તે નગરીમાં શ્રેણિકરાજાના રાણી તથા કોણિક રાજાના લધુમાતા સુકાલી નામના રાણી હતાં. અકાલી રાણી પણ કાલી રાણીની જેમ પ્રવ્રજિત થઈ અનેક ઉપવાસ આદિ તપોથી આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યાં.
ત્યાર પછી સુકાલી આર્યા અન્ય કોઈ એક સમયે જ્યાં આર્યા ચંદનાજી હતાં ત્યાં આવ્યાં અને આ પ્રમાણે બોલ્યાં– હે આર્યો! આપની આજ્ઞા હોય તો હું કનકાવલી તપ અંગીકાર કરી વિચરવા ઈચ્છું છું. આર્યા ચંદનાજીની આજ્ઞા પામી સુકાલી આર્યાએ કનકાવલી તપની આરાધના કરી. આ તપમાં રત્નાવલી તપની જેમ વિશેષતા માત્ર એટલી કે ત્રણ સ્થાન પર છઠની જગ્યાએ અટ્ટમ કર્યા. એક પરિપાટીમાં એક વર્ષ, પાંચ મહિના અને બાર અહોરાત્રિ થાય છે. ચારે ય પરિપાટીનો કાળ પાંચ વર્ષ, નવ માસ અને અઢાર દિવસ થાય છે. શેષ વર્ણન કાલી આર્યાની સમાન છે. નવ વર્ષ સુધી ચારિત્રનું પાલન કરી યાવત સિદ્ધ, બુદ્ધ અને મુક્ત થયાં. ઉપસંહાર વાક્ય પૂર્વવત્ સમજવું.