________________
વર્ગ ૭ /અધ્ય. ૧–૧૩
હે જંબુ ! શ્રમણ ભગવાન મહાવીરે અંતગડદશાના સાતમા વર્ગના તેર અધ્યયનો ફરમાવ્યા છે. તે આ પ્રમાણે છે..
૧૫૫
(૧) નંદા (૨) નંદવતી (૩) નંદોત્તરા (૪) નંદશ્રેણિકા (પ) મરુતા (૬) સુમરુતા (૭) મહામરુતા (૮) મરુદેવા (૯) ભદ્રા (૧૦) સુભદ્રા (૧૧) સુજાતા (૧૨) સુમનાયિકા (૧૩) ભૂતદત્તા (ભૂતદિણા). આ સમસ્ત શ્રેણિક રાજાની મહારાણીઓના નામ છે.
આર્ય જંબૂ સ્વામીએ સુધર્માસ્વામીને પૂછ્યું– હે ભગવન્ ! પ્રભુએ સાતમા વર્ગના તેર અધ્યયનો કહ્યા છે. તો પ્રથમ અધ્યયનનો હે પૂજ્ય ! ભગવાને શું અર્થ કહ્યો છે ?
આર્ય સુધર્માસ્વામીનો પ્રત્યુત્તર- હૈ જંબૂ ! તે કાલે, તે સમયે રાજગૃહનગર હતું. ગુલશીલ ઉધાન હતું. ત્યાં શ્રેણિક રાજા રાજ્ય કરતા હતા. રાજવર્ણન પૂર્વવત્ જાણવું. શ્રેણિક રાજાને નંદા નામના રાણી હતા. તેનું વર્ણન પણ ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. શ્રમણ ભગવાન મહાવીર સ્વામી રાજગૃહ નગરમાં પધાર્યા. પરિષદ નીકળી, નંદાદેવી ભગવાનના પદાર્પણના સમાચાર સાંભળી અત્યંત પ્રસન્ન થયા. કૌટુંબિક રાજપુરુષોને બોલાવી ધર્મરથ તૈયાર કરવાની આજ્ઞા આપી. પદ્માવતીની જેમ નંદારાણીએ પણ સંયમ ગ્રહણ કર્યો યાવત્ અગિયાર અંગોનું અધ્યયન કર્યું, વીશ વર્ષની સંયમ પર્યાયનું પાલન કર્યું. અને સિદ્ધ ગતિને પામ્યા.
નંદવતી આદિ શેષ બાર અધ્યયન નંદા સમાન જ છે. બધા જ તપ સંયમ દ્વારા કર્મ ખપાવી સિક
થયા.
॥ વર્ગ-૭ : અધ્ય. ૧ થી ૧૩ સંપૂર્ણ ॥