________________
[ ૧૫ર |
શ્રી અંતગડ સૂત્ર
છકો વર્ગ. અધ્યયન - ૧૬ : અલક્ષા
અલક્ષરાજ :| १ तेणं कालेणं तेणं समएणं वाणारसी णयरी, काममहावणे चेइए । तत्थ णं वाराणसीए अलक्के णामं राया होत्था ।
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव विहरइ । परिसा णिग्गया । तए णं अलक्के राया इमीसे कहाए लद्धडे हट्ठतुढे जहा कोणिए जाव धम्मकहा।
तए णं से अलक्के राया समणस्स भगवओ महावीरस्स अंतिए जहा उदायणे तहा णिक्खते, णवरं जेट्टपुत्तं रज्जे अभिसिंचइ । एक्कारस अंगाई । बहू वासा परियाओ जाव विपुले सिद्धे ।
एवं खलु जंबू ! समणेणं भगवया महावीरेणं जाव संपत्तेणं अट्ठमस्स अंगस्स अंतगडदसाणं छट्ठस्स वग्गस्स अयमढे पण्णत्ते । ભાવાર્થ:- તે કાલે, તે સમયે વાણારસી નામની નગરી હતી. ત્યાં કામમહાવન નામનું ઉધાન હતું. ત્યાંના રાજાનું નામ અલક્ષ હતું. તે કાળ અને તે સમયે શ્રમણ ભગવાન મહાવીર કામ મહાવન ઉદ્યાનમાં પધાર્યા. ભગવાન પધાર્યાની વધામણી સાંભળીને અલક્ષ રાજા પ્રસન્ન થયા. રાજા કોણિકની જેમ તે પણ પ્રભુની સેવામાં ઉપસ્થિત થયા. પ્રભુએ ધર્મકથા કહી. અલક્ષ રાજાને વૈરાગ્ય જાગ્યો. ઉદાયન રાજાની જેમ દીક્ષિત થયા. વિશેષતા એ છે કે ઉદાયન રાજાએ ભાણેજને ઉત્તરાધિકારી બનાવ્યો, અલક્ષ રાજાએ જ્યેષ્ઠ પુત્રનો રાજ્યાભિષેક કર્યો. સંયમ ગ્રહણ કરી અગિયાર અંગોનું અધ્યયન કર્યું. ઘણા વર્ષોની ચારિત્ર પર્યાયનું પાલન કર્યું કાવત્ વિપુલગિરિ પર્વત પર સિદ્ધગતિને પામ્યા. આ પ્રમાણે હે જંબૂ ! શ્રમણ ભગવાન મહાવીરે આઠમા અંગ અંતગડદશાના છઠ્ઠા વર્ગનો આ ભાવ ફરમાવ્યો છે.
વિવેચન :
અલક્ષ રાજાના જીવનમાં બે રાજાની સરખામણી છે. કોણિક રાજા તથા ઉદાયન રાજા. કોણિક રાજાનું