________________
[ ૧૫૦ ]
શ્રી અંતગડ સૂત્ર |
આવશ્યકતા કાળ પ્રમાણે સર્વત્ર સ્વતઃ સિદ્ધ છે. અનેકાંત સિદ્ધાંતોને પામીને કોઈપણ વ્યવહારિક પ્રવૃત્તિમાં એકાંત આગ્રહ ન રાખવો જોઈએ.
૮ વર્ષ, ૧૬ વર્ષ, પાછળથી અંતિમ વય અર્થાત હજાર વર્ષની ઉંમરમાં પણ માત્ર ૧૦–૨૦ વર્ષ સંયમ પાળનાર વ્યક્તિઓના ઉદાહરણો આ અધ્યયનમાં અને સૂત્રમાં(આગમમાં) છે. શેઠ, રાજા, રાણી, રાજકુમાર, માળીના દીક્ષિત થવા અને મોક્ષ જવાના ઉદાહરણો આ આગમમાં છે. અન્ય આગમોમાં (સૂત્રોમાં) બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શુદ્રનું સંયમ લેવા વિશે અને મોક્ષ જવાનું વર્ણન છે. અતઃ આગમ આજ્ઞા સિવાય કોઈ પણ એકાંત આગ્રહ રાખવો કે કરવો ભગવાનની આજ્ઞા નથી. તે માત્ર વ્યક્તિગત આગ્રહ રૂપે જ રહી જાય છે.
(૬) ઉત્કૃષ્ટાચાર અને શુદ્ધાચારના નામ પર જે અનુદારતા, સંકીર્ણવૃત્તિ, ધૃણાભાવ અને તુચ્છતા પૂર્ણ જે કિંઈ પ્રવૃત્તિઓ આ સમાજમાં શ્રમણો દ્વારા કરવામાં આવે છે. તેમણે આ અધ્યયનની નીચેમુજબની વાતો ધ્યાનમાં લેવી જોઈએ- (૧) એવંતાનું ગૌતમ સ્વામીને રમતના મેદાનમાંથી નિમંત્રણ આપીને સાથે લઈ જવું. (૨) આચાર્ય કરતાં પણ વિશિષ્ટ મહત્વશાળી ગણધરની પદવી ધારણ કરનાર ગૌતમ સ્વામીની આંગળી પકડીને ચાલવું. (૩) છોકરાને ઘર બતાવવા માટે સાથે ચાલવા દેવો. (૪) ઉપાશ્રયમાં પણ સાથે આવવા તૈયાર થવું. (૫) બાલમુનિનો કાચા પાણી સાથે સ્પર્શ(અડવાનું) થયો હોવા છતાં પણ તેમની સાથે અભદ્ર વ્યવહાર ન કરવો. (૬) ભગવાન દ્વારા પણ એવંતા મુનિને બોલાવીને ઠપકો ન આપવો પરંતુ શ્રમણોને જ સેવા ભાવ માટે અને સાર-સંભાળ તેમજ શિક્ષણ, સંરક્ષણ માટે પ્રેરણા આપવી.
આ બધા ઉદારતાપૂર્ણ વ્યવહાર ચિંતન-મનન કરવા જેવા છે. તેનાથી 'ઉદાર' ભાવોમાં વૃદ્ધિ કરવાની પ્રેરણા મળે છે અને આવા ઉદારભાવોના વ્યવહારથી કેટલા ય જીવોને ઉન્નતિ કરવાની પ્રેરણા, અવસર અને સુસંયોગ મળે છે અને આવી વૃત્તિથી (ઉદારવૃત્તિથી) માનવમાં સમતા ભાવની વૃદ્ધિ થાય છે.
(૭) માતાએ એવંતાને એકલાને જ બગીચામાં જવા દીધો. જરા પણ રોકટોક ન કરી. ગૌતમ સ્વામી અથવા બીજા કોઈ સંતો તેને પાછો ઘેર પહોંચાડવા ન આવ્યા. તેથી તેમની ઉંમર નાસમજ બાળક જેટલી ન હતી અને આંગળી પકડીને ચાલવાની પ્રકૃતિ પરથી તેમને અધિક ઉંમરના પણ ન માની શકાય. સવા આઠ વર્ષની ઉંમર ધરાવતાં બાળકને દીક્ષા આપવાનું વિધાન પણ આગમમાં છે. માટે એવંતાએ દીક્ષા લીધી ત્યારે તેમની ઉંમર આઠ-નવ વર્ષની આસપાસ હતી, એમ સમજી શકાય છે. મૂળપાઠમાં ઉંમરનું અલગથી કોઈ પણ જાતનું વર્ણન કરવામાં આવ્યું નથી.
(૮) આ અધ્યયનમાંથી આપણે પણ જીવનમાં સંયમ ગ્રહણ કરવાની પ્રેરણા લેવી જોઈએ. એક બાળક પણ માનવ ભવનું આટલું ઉચ્ચ મૂલ્યાંકન કરી શકે છે. શ્રાવકનો બીજો મનોરથ, સંયમ લેવાનો પણ સદા સેવીએ છીએ. અતઃ તેને સફળ કરવાનો પ્રયત્ન પણ ક્યારેક કરવો જોઈએ. આવા આવા આદર્શ દષ્ટાંતો સાંભળીને તો અવશ્ય જીવનમાં કોઈ નવો(સારો)વળાંક લાવવો જોઈએ અને અધ્યાત્મ માર્ગમાં આગેકુચ