________________
વર્ગ ૬/અધ્ય. ૧૫
અધ્યયન
QIDIO140100100
૧૪૧
છઠ્ઠો વર્ગ
૧૫ : અતિમુક્તકુમાર
MENDID ADIDAÐIÐ AÐ AÐ AÐ AÐ AÐ INNG
ગૌતમ સ્વામીની ભિક્ષાચર્યા :
१ तेणं कालेणं तेणं समएणं पोलासपुरे णयरे । सिरिवणे उज्जाणे । तत्थ णं पोलासपुरे णयरे विजए णामं राया होत्था । तस्स णं विजयस्स रणो सिरी णामं देवी होत्था, वण्णओ । तस्स णं विजयस्स रण्णो पुत्ते सिरिए देवीए अत्तए अइमुत्ते णामं कुमारे होत्था, सुकुमालपाणिपाए ।
तेणं कालेणं तेणं समएणं समणे भगवं महावीरे जाव सिरिवणे उज्जाणे जाव विहरइ ।
तेणं काणं तेणं समएणं समणस्स भगवओ महावीरस्स जेट्ठे अंतेवासी इंदभूई अणगारे जहा पण्णत्तीए जाव पोलासपुरे णयरे उच्च - णीय-मज्झिमाइं कुलाई घरसमुदाणस्स भिक्खायरियं अडइ ।
इमं च णं अइमुत्ते कुमारे पहाए जाव सव्वालंकारविभूसिए बहूहिं दारगेहि य दारियाहि य डिंभएहि य डिंभियाहि य कुमारएहि य कुमारियाहि य सद्धिं संपरिवुडे साओ गिहाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव इंदट्ठाणे तेणेव वाग तेहि बहूहिं दारएहि य संपरिवुडे अभिरममाणे- अभिरममाणे विहरइ । तए णं भगवं गोयमे जावभिक्खारियं अडमाणे इंदट्ठाणस्स अदूरसामंतेणं वीईवय ।
भावार्थ :- તે કાલે, તે સમયે પોલાસપુર નામનું નગર હતું. ત્યાં શ્રીવન નામે ઉદ્યાન હતું. તે પોલાસપુર નગરમાં વિજય નામના રાજા હતા. તે વિજય રાજાના શ્રીદેવી નામના મહારાણી હતાં. રાજા તથા રાણીનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું. મહારાજા વિજયનો પુત્ર તથા શ્રીદેવીનો આત્મજ અતિમુક્ત નામનો · કુમાર હતો. તે અતિ સુંદર એવં સુકોમળ હાથ પગવાળો હતો.
તે કાળ, તે સમયમાં શ્રમણ ભગવાન મહાવીર ક્રમશઃ વિચરતાં શ્રીવન ઉદ્યાનમાં પધાર્યા. તે કાલે તે સમયે શ્રમણ ભગવાન મહાવીરના જ્યેષ્ઠ અંતેવાસી શિષ્ય ઈન્દ્રભૂતિ શ્રી ભગવતી સૂત્રમાં કહ્યા પ્રમાણે છઠ તપના પારણાના દિવસે ભગવાનની આજ્ઞા લઈ પોલાસપુર નગરના ઉચ્ચ–નિમ્ન મધ્યમ કુળોમાં