________________
વર્ગ ૬/અધ્ય. ૪–૧૪
૧૩૯
एवं सुपइट्ठे वि गाहावई सावत्थीए णयरीए । सत्तावीसं वासा परियाओ । विपुले सिद्धे ।
एवं मे विगाहावई, णवरं रायगिहे णयरे । बहूइं वासाइं परियाओ । विपुले सिद्धे ।
ભાવાર્થ :- તે કાલે, તે સમયે રાજગૃહ નગરમાં ગુણશીલ ઉદ્યાન, શ્રેણિક રાજા વગેરે વર્ણન પૂર્વવત્ જાણવું. ત્યાં કાશ્યપ નામના ગાથાપતિ રહેતા હતા. મકાઈ ગાથાપતિની જેમ સમસ્ત વર્ણન સમજવું. ૧૬ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન કરી, અંત સમયે વિપુલગિરિ પર્વત પર સંથારો કરી સિદ્ધ, બુદ્ધ, મુક્ત થયા.
એવી જ રીતે ક્ષેમક ગાથાપતિનું સમજવું. વિશેષતા– કાકંદી નગરીમાં રહેતા હતા. સોળ વર્ષની દીક્ષા પર્યાયનું પાલન યાવત્ વિપુલગિરિ પર સિદ્ધ થયા.
એવી જ રીતે ધૃતિધર ગાથાપતિ, કાકંદી નગરી, ૧૬ વર્ષ સંયમ પર્યાય, વિપુલગિરિ પર્વત પર સિદ્ધ
થયા.
એવી જ રીતે કૈલાસ અને હરિચંદન ગાથાપતિનું સમજવું. અંતર માત્ર નગરી તથા સંયમ પર્યાયમાં, નગરી સાકેત અને દીક્ષાપર્યાય બાર વર્ષ, વિપુલગિરિ પર્વત પર સિદ્ધ થયા.
એવી જ રીતે વારત્તક ગાથાપતિ, નગરી–રાજગૃહી, ૧૨ વર્ષનો સંયમ, વિપુલગિરિ પર સિદ્ધ થયા. એવી જ રીતે સુદર્શન ગાથાપતિ, નગરી–વાણિજ્યગ્રામ, ધ્રુતિપલાશ ચૈત્ય, પાંચ વર્ષનો સંયમ, વિપુલગિરિ પર સિદ્ધ થયા.
એમ જ પુણ્યભદ્ર (પૂર્ણભદ્ર)ગાથાપતિ, વાણિજ્યગ્રામ નગર, પાંચવર્ષનો સંયમ, વિપુલગિરિ પર સિદ્ધ થયા. એમ જ સુમનભદ્ર ગાથાપતિ, શ્રાવસ્તી નગરી, ઘણાં વર્ષોનો સંયમ, વિપુલગિરિ પર સિદ્ધ
થયા.
એમ જ સુપ્રતિષ્ઠિત ગાથાપતિ, શ્રાવસ્તી નગરી, સત્યાવીસ વર્ષ સંયમ, વિપુલગિરિ પર સિદ્ધ થયા. એમ જ મેઘ ગાથાપતિ, રાજગૃહીનગર, ઘણાં વર્ષોનો સંયમ, વિપુલગિરિ પર સિદ્ધિ પ્રાપ્ત કરી. વિવેચન :
આ સૂત્રમાં અગિયાર શ્રાવકોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. બધાએ મોહ મમતાને છોડી, પ્રભુના ઉપદેશે વૈરાગ્ય પામી, પ્રભુ મહાવીરના શ્રીચરણે જીવન સમર્પિત કરી, તપ–સંયમ, સાધનાથી કર્મોનો ક્ષય કરી સિદ્ધગતિને પામ્યા. તેના જીવનમાં જે જે અંતર(ફરક) છે તેનો ચાર્ટ આ પ્રમાણે છે—