________________
૧૦૦ |
શ્રી અંતગડ સૂત્ર
ભગવાન ! આપે કહ્યું તે સત્ય છે, યથાર્થ છે.
ભગવાને પુનઃ ફરમાવ્યું– હે કૃષ્ણ ! એવું ક્યારે ય થયું નથી, થતું નથી અને થશે નહીં કે વાસુદેવ પોતાના વર્તમાનભવમાં ધન, ધાન્ય, સુવર્ણાદિ સંપત્તિ છોડી મહાવ્રતો(સાધુપણુ) લે. વાસુદેવે દીક્ષા લીધી નથી, લેતા નથી અને લેશે પણ નહીં.
હે ભગવન્! તેનું કારણ શું છે કે વાસુદેવ મુનિ થયા નથી, થતા નથી અને થશે પણ નહીં?
અરિષ્ટનેમિપ્રભુએ કૃષ્ણ વાસુદેવને આ પ્રમાણે કહ્યું- હે કૃષ્ણ! બધા વાસુદેવો નિયમા (નિશ્ચયથી) નિયાણકડા(નિદાનકૃત) હોય છે. તેથી હું એમ કહું છું કે ક્યારે ય એવું બન્યું નથી, બનતું નથી અને બનશે પણ નહીં કે વાસુદેવ સંયમ સ્વીકાર કરે. વિવેચન :
મોહનીય કર્મના ઉદયથી કામભોગોની ઈચ્છા થવા પર સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા, આરાધિત સંયમ-તપ આદિના ફળની વાંછાનો સંકલ્પ કરી લે તેને નિદાન કહે છે. નિદાન ક્યારે ય કલ્યાણસાધક થતા નથી. જે વ્યક્તિ નિદાન કરે છે, તેને તેનું ફળ તો મળે છે પણ નિર્વાણ પ્રાપ્ત થતો નથી. તેનો સંસાર પરિભ્રમણકાળ ઘણો વધી જાય છે.
નિયાણા નવ પ્રકારના દશાશ્રુતસ્કંધ સૂત્રની દશમી દશામાં છે. તે સિવાય બીજા પણ વૈર વિરોધ વગેરે સંબંધી નિયાણા હોય છે, તેનું વર્ણન ત્યાં નથી. વાસુદેવ પ્રતિવાસુદેવને મારવાના નિયાણાવાળા હોય
કૃષ્ણ, વાસુદેવ તરીકે પ્રખ્યાતિ પામ્યા હતાં. વાસુદેવનો વ્યાકરણના આધારે અર્થ થાય છે કે વસુદેવસ્થ અપત્ય પુમાન વાસુદેવઃ | વસુદેવના પુત્રને વાસુદેવ કહે છે. કૃષ્ણ, વસુદેવજીના પુત્ર હતા તેથી તેઓ વાસુદેવ કહેવાતા હતા. વાસુદેવ શબ્દ સામાન્યરૂપે કૃષ્ણનો વાચક છે. તે કૃષ્ણનું અપર નામ છે. કૃષ્ણ, વાસુદેવની પદવીધર હતાં તેથી તેઓ વાસુદેવ તરીકે પ્રખ્યાત થયા હતાં. જૈનદર્શનમાં વાસુદેવ શબ્દ અર્ધચકી(અર્ધ ચક્રવર્તી) માટે વપરાતો પારિભાષિક શબ્દ છે. જૈન પરંપરામાં નવ ઉત્તમ પદવીમાં તીર્થકર, ચક્રવર્તીની જેમ વાસુદેવ પણ એક પદવી છે. તેની સંખ્યા નવ આ પ્રમાણે છે
(૧) ત્રિપૃષ્ઠ (૨) દ્વિપૃષ્ઠ (૩) સ્વયંભૂ (૪) પુરુષોતમ (૫) પુરુષસિંહ (6) પુરુષપુંડરિક (૭) દત્ત (૮) નારાયણ (લક્ષ્મણ) (૯) કૃષ્ણ. કૃષ્ણ મહારાજ સૌથી છેલ્લા નવમા વાસુદેવ હતા. ૨૮ લબ્ધિઓમાં વાસુદેવ એક લબ્ધિ છે. ત્રણ ખંડ તથા સાત રત્નોના સ્વામીને વાસુદેવ કહે છે. વાસુદેવની શક્તિ માટે કહેવાય છે કે કૂવાના કાંઠે બેઠેલા અને ભોજન કરતા વાસુદેવને જંજીરોથી બાંધી ચતુરંગિણી સેના સહિત સોળ હજાર રાજા સાથે મળી બેંચે તોપણ ખેંચી શકાતા નથી. જ્યારે તે જ જંજીરને ડાબા હાથથી પકડી વાસુદેવ ૧૬000 રાજાને અત્યંત આસાની-સહજતા અને સરળતાથી પોતાની તરફ ખેંચી શકે છે.