________________
વર્ગ ૫ અધ્ય. ૧
૯૭
કરી રહ્યા હતા. તે કૃષ્ણ વાસુદેવના પદ્માવતી નામના મહારાણી હતા. મહારાણીનું વર્ણન ઔપપાતિક સૂત્રાનુસાર જાણવું.
અર્હત્ અરિષ્ટનેમિનું આગમન :
२ तेणं कालेणं तेणं समएणं अरहा अरिट्ठणेमी समोसढे अहापडिरूवं उग्गहं उग्गिण्हित्ता संजमेणं तवसा अप्पाणं भावेमाणे विहरइ । कण्हे वासुदेवे णिग्गए जाव पज्जुवासइ । तए णं सा पउमावई देवी इमीसे कहाए लट्ठा समाणी हट्ठतुट्ठा जहा देवई देवी जाव पज्जुवासइ । तए णं अरहा अरिट्ठणेमी कण्हस्स वासुदेवस्स पउमावईए य देवीए जाव धम्मकहा। परिसा पडिगया ।
ભાવાર્થ:- તે કાલે, તે સમયે અર્હત્ અરિષ્ટનેમિ તીર્થંકર સમોસર્યા. ઉધાનપાલકની આજ્ઞા લઈ સંયમ અને તપ દ્વારા આત્માને ભાવિત કરતાં વિચરવા લાગ્યા. કૃષ્ણ વાસુદેવ દર્શન હેતુ નીકળ્યા યાવત્ પ્રભુની વિનય પૂર્વક પર્યુપાસના કરવા લાગ્યા. તે સમયે મહારાણી પદ્માવતી પણ પ્રભુ પધાર્યાના સમાચાર સાંભળી અત્યંત પ્રસન્ન એવં સંતુષ્ટ થયાં. દેવકીદેવીની જેમ ભગવાનના દર્શન કરવા આવ્યાં યાવત્ વિનય પૂર્વક પર્યાપાસના કરવા લાગ્યાં. ત્યારે અર્હત્ અરિષ્ટનેમિ ભગવાને કૃષ્ણ વાસુદેવ, પદ્માવતી
દેવી તથા પરિષદને ધર્મકથા કહી. પરિષદ ધર્મકથા સાંભળી સ્વસ્થાને ગઈ.
દ્વારિકા વિનાશના ત્રણ કારણ :
३ तए णं से कण्हे वासुदेवे अरहं अरिट्ठणेमिं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं वयासी- इमीसे णं भंते ! बारवईए जयरीए णवजोयणवित्थिण्णाए जाव देवलोगभूयाए किंमूलाए विणासे भविस्सइ ? कण्हाइ ! अरहा अरिट्ठणेमी कण्हं वासुदेवं एवं वयासी- एवं खलु कण्हा ! इमीसे बारवईए णयरीए णवजोयण - वित्थिण्णाए जाव देवलोगभूयाए सुरग्गिदीवायणमूलाए विणासे भविस्सइ ।
ભાવાર્થ:પ્રશ્ન :- ત્યાર પછી કૃષ્ણ વાસુદેવે ભગવાન અરિષ્ટનેમિને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરી આ પ્રમાણે પૃચ્છા કરી– હે ભગવન્ ! બાર યોજન લાંબી, નવયોજન પહોળી, પ્રત્યક્ષ દેવલોક સમાન આ દ્વારિકા નગરીનો વિનાશ કયા કારણથી થશે ?
હૈ
જવાબ ઃ- - અર્હત્ અરિષ્ટનેમિ પ્રભુએ કૃષ્ણને સંબોધિને કહ્યું– હે કૃષ્ણ ! બારયોજન લાંબી, નવયોજન પહોળી, પ્રત્યક્ષ દેવલોક સમાન આ દ્વારિકા નગરીનો વિનાશ સુરા(મદિરા, દારૂ), અગ્નિ અને દ્વિપાયન ઋષિનો કોપ, આ ત્રણ કારણોથી થશે.