________________
શ્રુત સેવાનો સત્કાર
શ્રુતાધાર (મુખ્યદાતા) માતશ્રી હીરાગૌરીબેન હરિલાલ વાલજી દોશી
ધર્મવત્સલા પૂર્ણિમાબેન નરેન્દ્રભાઈ દોશી વૃક્ષ પોતાની મીઠાશ ફળને અર્પિત કરે છે અને ફળ – બીજ તે જ મીઠાશને નૂતન વૃક્ષમાં આરોપિત કરે છે, તેમ દાદા શ્રી વાલજી દેવજીભાઈના સુસંસ્કારો સુપુત્ર હરિલાલભાઈમાં ઉતરી આવ્યા અને તે જ સંસ્કાર વારસો તેઓએ સુપુત્ર નરેન્દ્રભાઈને અર્પિત કર્યો.
નાની વયમાં પણ ગંભીરતા, પીઢતા અને દુઃખને હસતાં – હસતાં સ્વીકારી લેવાની કળા નરેન્દ્રભાઈએ હસ્તગત કરી છે.
૩૩ વર્ષની યુવાવય અને સહધર્મચારિણી પૂર્ણિમાબેનનું શરીર રોગથી આકાંત બન્યું. પૂ.ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા.ના સાંનિધ્ધ અને સદુપદેશે દર્દનો સ્વીકાર કરી અને હસતાં મુખે દર્દને સહન કરી સાચા અર્થમાં મૃત્યુને પરાજિત બનાવી, ૫ વર્ષની મેધાવી અને ૩વર્ષની દેશનાને પિતાની ગોદમાં છોડી પૂર્ણિમાબેને આ દેહના બંધન છોડી દીધા.
દુઃખ અને શોકથી ઘેરાયેલા નરેન્દ્રભાઈને પૂ. ગુરુદેવ નમ્રમુનિ મ. સા. ના વચનો શીતળતા અર્પવા લાગ્યા. દુઃખીયાના ભેરુ ગુરુ બન્યા. ગુરુ પ્રત્યેનો ડીવાઈન લવ, જીવન જીવવાનું પ્રેરકબળ બની ગયું. પૂ. પિયુષમુનિ મ. સા. ની દીક્ષામાં ઉત્સાહપૂર્વક તન, મન, ધનથી સાથ આપી આગામી વર્ષમાં તેવા ફળ મળે તેવી શક્તિ મેળવી લીધી. પૂ. ગુરુદેવ પ્રેરિત શ્રી ઉવસગ્ગહરં સાધના ભવન-ધર્મસ્થાનક રાજકોટના બાંધકામથી લઈને આજ સુધી સેવા આપી રહ્યા છે. પૂ. ગુરુદેવ જ શ્વાસ, પૂ. ગુરુદેવ જ પ્રાણ છે તેવા નરેન્દ્રભાઈ અને સૌ. મીનાબેને (પૂર્ણિમાબેન) પૂ. ગુરુદેવ શ્રી નમ્રમુનિ મ. સા. ના ૩૯ મા જન્મદિને ગુરુ શ્રણને સ્મૃતિ પટ પર લાવી આગમના કૃતાધાર તરીકે લાભ લઈ તેઓએ અપૂર્વ શ્રુત ભક્તિના દર્શન કરાવ્યા છે. આપની ગુરુભક્તિ - મૃતભક્તિને અનેકશઃ ધન્યવાદ.
ગુરપ્રાણ પ્રકાશન
PARASDHAM