________________
વર્ગ ૩/અધ્ય. ૮
93
વયાસી- ઘડિયવં ગાયા ! નડ્યળ ગાયા ! પરમિયવ્યું ગાયા ! अस्सि चणं अट्ठे, णो पमाएयव्वं ति कट्टु गयसुकुमालस्स कुमारस्स अम्मापियरो अरिट्ठणेमिं वंदंति णमंसंति, वंदित्ता णमंसित्ता जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया ।
तणं गयसुकुमाले कुमारे सयमेव पंचमुट्ठियं लोयं करेइ, करित्ता जेणेव अरिट्ठणेमि तेणेव उवागच्छइ, उवागच्छित्ता भगवं अरिट्ठणेमिं तिक्खुत्तो आयाहिणं पयाहिणं करेइ, करित्ता जाव णमंसित्ता एवं वयासी
ભાવાર્થ:માતા પિતાએ પ્રભુના ચરણે સમર્પિત કર્યા ત્યારે અરિહંત અરિષ્ટનેમિ ભગવાને ગજસુકુમાલ કુમારને આ પ્રમાણે કહ્યું– હે દેવાનુપ્રિય ! જેમ તમને સુખ ઉપજે તેમ તમે કરો, પરંતુ વિલંબ ન કરો. ભગવાનના આ પ્રમાણે કહેવા પર ગજસુકુમાલ હર્ષિત એવં સંતુષ્ટ થયા. ભગવાનને ત્રણવાર પ્રદક્ષિણા કરી યાવત્ વંદના નમસ્કાર કરી ઉત્તરપૂર્વ દિશા(ઈશાનકોણ)માં ગયા.તેણે સ્વયમેવ આભરણ, માળા અને અલંકારો ઊતાર્યા. તેમની માતાએ હંસ ચિહ્નવાળા પટશાટકમાં તે બધાને ગ્રહણ કર્યા. પછી હાર અને જલધારા સમાન આંસુ વહાવતાં પોતાના પુત્રને આ પ્રમાણે કહ્યું– હે પુત્ર ! સંયમમાં યત્ન કરજે, સંયમમાં પરાક્રમ કરજે, સંયમમાં જરા માત્ર પ્રમાદ ન કરજે. આ પ્રમાણે કહી દેવકીમાતા તથા વસુદેવ પિતા ભગવાનને વંદના નમસ્કાર કરી જે દિશાએથી આવ્યા હતાં તે દિશામાં પાછા ફર્યા.
તત્પશ્ચાત્ ગજસુકુમાલકુમારે સ્વયં જ પંચમુષ્ઠિ લોચ કર્યો અને લોચ કરી જ્યાં અરિહંત અરિષ્ટનેમિ પ્રભુ હતા ત્યાં આવ્યા, આવીને ભગવાનને ત્રણવાર જમણી બાજુથી આરંભીને પ્રદક્ષિણા કરી. વંદન નમસ્કાર કરીને આ પ્રમાણે કહ્યું–
વિવેચન :
આ સૂત્રમાં દેવકી માતાના હૃદયોદ્ગાર તથા લોચનું વર્ણન કરવામાં આવ્યું છે. એક વૈરાગી પુત્રને યોગ્ય શિક્ષા તથા આશીર્વાદમાં એક વીરમાતાને છાજે એવા શબ્દો કહ્યા કે બેટા ! પ્રમાદ કરતો નહીં, સંયમ માર્ગમાં યતના સાથે પરાક્રમ કરજે. યતના એ તો સંયમીની જનેતા છે. અધ્યાત્મિક સાધનામાં યતનાનું મહત્ત્વપૂર્ણ સ્થાન છે. યતના એ સાધનાનો પ્રાણ છે. યતના એટલે વિધિ નિષેધના ઉપયોગમાં વિવેક. યતનાનું વિધેયાત્મકરૂપ સમિતિ છે અને નિષેધાત્મક રૂપ ગુપ્તિ છે.
અરિષ્ટનેમિ પ્રભુ દ્વારા દીક્ષામંત્રનું દાન :
३२ आलित्ते णं भंते ! लोए, पलित्ते णं भंते ! लोए, आलित्त - पलित्ते णं भंते ! लोए जराए मरणेण य । से जहाणामए केई गाहावई अगारंसि