________________
વર્ગ ૩ અધ્ય. ૮
,
जाव महयारवेणं महया महया रायाभिसेएणं अभिसिंचंति अभिसिंचित्ता करयल जाव जएण विजएणं वद्धाति, जएणं विजएणं वद्धावित्ता एवं वयासी- भण जाया ! किं देमो, किं पयच्छामो, किणा वा ते अट्ठो?
तए णं से गयसुकुमाले कुमारे अम्मापियरो एवं वयासी- इच्छामि णं अम्मयाओ कुत्तियावणाओ रयहरणं च पडिग्गहं च आणिउं, कासवगं च सदाविडं। ભાવાર્થ - કૃષ્ણ વાસુદેવ તથા માતાપિતા અનેક પ્રકારની અનુકૂળ અને સ્નેહભરેલી યુક્તિપ્રયુક્તિઓથી ગજસુકુમાલને સમજાવવામાં સમર્થ ન થયા, ત્યારે નિરાશ થઈને શ્રી કૃષ્ણ એવં માતાપિતા આ પ્રમાણે બોલ્યા
હે પુત્ર! અમે એક દિવસની પણ તારી રાજ્યશ્રી (રાજવૈભવની શોભા) જોવા ઈચ્છીએ છીએ. ત્યારે ગજસુકુમાલ, કૃષ્ણવાસુદેવ તથા માતાપિતાનો અનુરોધ(ઈચ્છા) સાંભળી મૌન થઈ ગયા. ત્યાર પછી ગજસુકુમાલકુમારના પિતાએ કૌટુંબિક પુરુષોને બોલાવ્યા અને આ પ્રમાણે કહ્યું- દેવાનુપ્રિયો ! તુરત જ ગજસુકુમાલકુમારના મહાર્થ, મહામૂલ્ય, મહાઈ (મહાન પુરુષોને યોગ્ય) અને વિપુલ રાજ્યાભિષેકની તૈયારી કરો. કૌટુંબિક પુરુષોએ આજ્ઞાનુસાર કાર્ય કરીને યાવત્ આજ્ઞા પાછી સોંપી.
ગજસુકુમાલના માતાપિતાએ તેને ઉત્તમ સિંહાસન પર પૂર્વાભિમુખે બેસાડ્યા. શ્રી રાજપ્રશ્રીય સૂત્રાનુસાર વાવ એકસો આઠ–એકસો આઠ સુવર્ણ-ચાંદી–મણિ—માટી આદિના કળશોથી સર્વઋદ્ધિથી થાવતું મહાશબ્દો દ્વારા ગજસુકમાલને રાજ્યાભિષેકથી અભિષિક્ત કર્યા. મહાન વિશાળ રાજ્યાભિષેક કરીને, હાથ જોડી જયવિજય શબ્દોથી વધાવ્યા, વધાવીને આ પ્રમાણે બોલ્યા- હે પુત્ર અમે તારું શું પ્રિય કાર્ય કરીએ? અમે આપીએ ? તારું શું પ્રયોજન (ઈચ્છા) છે? ત્યારે ગજસુકુમાલકુમારે માતાપિતાને આ પ્રમાણે કહ્યું- હે માતાપિતા ! કુત્રિકાપણમાંથી રજોહરણ અને પાત્રા મંગાવો તથા નાઈ(વાણંદ)ને બોલાવો એમ હું ઈચ્છું છું. વિવેચન :
આ સૂત્રમાં ગજસુકમાલના રાજ્યાભિષેક તથા તેમના દઢ વૈરાગ્યનું સૂત્રકારે વર્ણન કર્યું છે. અભિષેકનો અર્થ– સર્વ ઔષધિઓથી યુક્ત પવિત્ર જળ દ્વારા, મંત્રોચ્ચાર પૂર્વક પદવીનું આરોપણ કરવા મસ્તક પર કરાતી ધારાને અભિષેક ક્રિયા કહે છે.
- ત્રણ ખંડના રાજવી બનવા છતાં ગજસુકમાલે વૈરાગ્ય ભરેલા શબ્દોમાં આજ્ઞા કરી કે કુત્રિકાપણમાંથી ઓઘો-પાત્રા લાવો અને વાણંદને બોલાવો.
ત્રાપા :- 'કુ' એટલે પૃથ્વી, 'ત્રિ' એટલે ત્રણે ય લોકની વસ્તુ અને 'આપણ' એટલે દુકાન. જેમાં ત્રણ લોકની A to Z બધી જ વસ્તુઓ મળે તેવી દુકાનને કુત્રિકા પણ કહે છે. કુત્રિકાપણ, સાર્થવાહની જેમ