________________
| વર્ગ ૩ /અધ્ય. ૮
| ૪૯ |
અનાસક્તિ અને ઉત્કૃષ્ટ વૈરાગ્યનો બોધ કરાવે એવો જ જવાબ આપ્યો. (૮) સુલસા શેઠાણીએ વર્ષો સુધી પાણી, ફૂલ, અગ્નિ વગેરેના આરંભ-સમારંભ કરી ભક્તિ કરી અને હરિણગમેષી દેવની આરાધના કરી અને પોતાના મનોરથો પૂર્ણ કર્યા અને શ્રી કૃષ્ણ વાસુદેવે નિરવદ્ય નિરાહાર ત્રણ દિવસના પૌષધથી તે જ હરિભેગમેલી દેવથી પોતાની મનોકામના પૂર્ણ કરી. દેવ કોઈને પુત્રો આપતાં નથી પરંતુ ભવિતવ્યતા હોય તો સંયોગો મેળવી શકે છે અથવા જાણકારી આપી શકે છે કે પુત્ર થશે.
ગજસુકુમાલનો જન્મ :| १५ तए णं सा देवई देवी अण्णया कयाइं तंसि तारिसगंसि जाव सीहं सुमिणे पासित्ता णं पडिबुद्धा समाणी हट्ठतुट्ठ जाव हरिसवसविसप्पमाण हियया एवं जहा महब्बले जाव तं गब्भं सुहंसुहेणं परिवहइ ।
तए णं सा देवई देवी णवण्हं मासाणं बहुपडिपुण्णाणं जासुमण- रत्तबंधुजीवय- लक्खारस सरसपारिजातक-तरुणदिवायर-समप्पभं सव्वणयणकतंसुकुमाल पाणिपायं जाव सुरूवं गयतालुसमाणं दारयं पयाया । जम्मणं जहा मेहकुमारे जाव जम्हा णं इमे दारगे गयतालुसमाणे तं होउ णं अम्ह एयस्स दारगस्स णामधेज्जे गयसुकुमाले । तए णं तस्स दारगस्स अम्मापियरे णामं करेइ गयसुकुमालोत्ति सेसं जहा मेहे जाव अलं भोगसमत्थे जाए यावि होत्था ।
ભાવાર્થ :- ત્યાર બાદ પુણ્યશાળી જ જેનો ઉપભોગ કરી શકે એવી યાવતું કોમળ શય્યામાં સૂતેલા દેવકી માતાએ સિંહનું સ્વપ્ન જોયું. સ્વપ્ન જોઈને દેવકીદેવી જાગૃત થતાં હર્ષિતુ એવમ્ સંતુષ્ટ થયાં યાવત આનંદથી પ્રફુલ્લિત હૃદયવાળા થયા, આ રીતે ભગવતી સૂત્ર શ. ૧૧માં મહાબલના વર્ણનની જેમ સ્વપ્ન પાઠક વગેરેનું સંપૂર્ણ વર્ણન જાણવું યાવત્ દેવકીદેવી અત્યંત સુખપૂર્વક ગર્ભનું પરિવહન કરવા લાગ્યાં.
નવ માસ ગર્ભકાળના પૂર્ણ થવા પર દેવકીદેવીએ જપાકુસુમ, બંધુકપુષ્પ, લાક્ષારસ તથા પારિજાતના પુષ્પ સમાન, ઊગતા સૂર્યની પ્રભા સમાન વર્ણયુક્ત સર્વ જન નયનાભિરામ, સુકુમાર હાથપગવાળા યાવતું સુરૂપ, સુંદર, હાથીના તાળવા સમાન સુકોમળ બાળકને જન્મ આપ્યો. મેઘકુમારના જન્મ મહોત્સવની જેમ માતાપિતાએ આ બાળકનો પણ જન્મ મહોત્સવ ઉજવ્યો યાવત્ સ્વજન પરિજનોની સમક્ષ કહ્યું કે અમારો આ બાળક હાથીના તાળવા સમાન અત્યંત સુકોમળ હોવાથી (માતાપિતાએ વિચાર્યું કે, એનું નામ 'ગજસુકુમાલ' રાખીએ. (સહુની સમ્મતિ પ્રાપ્ત કરી) ત્યાર પછી માતાપિતાએ બાળકનું નામ ગજસુકુમાલ પાડ્યું. ગજસુકુમાલનો બાલ્યાવસ્થાથી યુવાવસ્થા સુધીનો સમસ્ત વૃતાંત મેઘકુમારની જેમ જાણવો યાવતુ ગજસુકમાલ ભોગને યોગ્ય-સમર્થ થઈ ગયા.