________________
અનુભવ્યો છે.
આ આગમ લેખનમાં પૂર્વ પ્રકાશિત અનેક સંપાદનોનો મેં આધાર લીધો છે. તેના માટે પૂર્વાચાર્યોને નત મસ્તકે વંદન કરી તેના પ્રકાશકો પ્રત્યે આભારનો ભાવ વ્યક્ત કરું છું. આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા.એ આ શાસ્ત્રના સંપાદન કાર્યમાં ખૂબ જ જહેમત ઊઠાવી છે, અત્યંત પરિશ્રમ કરી સંપૂર્ણ સહયોગ અને માર્ગદર્શન આપ્યાં છે. તેઓની શ્રુતસેવામાં અપ્રમત્તદશા જોઈને મસ્તક ઝૂકી જાય છે. તેમના કાર્યની ત્રિકરણ યોગે અનુમોદના કરીને તેમના શ્રી ચરણોમાં ભાવવંદન કરું છું.
ભાવયોગિની દાદી ગુસ્સીમૈયા પૂ. લીલમબાઈ મ. એ શાસ્ત્રનું વિહંગાવલોકન કરી, ઝીણવટ દૃષ્ટિથી મારા કાર્યને સરળ અને શુદ્ધ બનાવ્યું છે. તેમના અનન્ય ઉપકારને અહર્નિશ અંતરમાં અવધારી કોટી કોટી વંદન કરું છું.
ડો. આરતીબાઈ મ. એ કેવળ સ્વાધ્યાય રુચિએ જવાબદારીપૂર્વક આ શાસ્ત્રનું સંપાદન કર્યું છે. તેમના અથાગ પુરુષાર્થને બિરદાવી મારી જાતને ધન્ય માનું છું.
અંતે મારા સંયમી જીવનના સર્વ કાર્યમાં સહાયક સાધ્વી શીલાએ મારા કાર્યમાં સંપૂર્ણ સહયોગ આપી કાર્યને પૂર્ણતા સુધી પહોંચાડ્યું છે. તેના સહયોગની હું પૂર્ણપણે કદર કરું છું.
આ રીતે અનેક શ્રુતપ્રેમીઓની સેવાથી આ શાસ્ત્ર પ્રકાશિત થઈ રહ્યું છે.
અમારા પૂજ્યવરા મુક્ત-લીલમ ગુરુણીની અસીમકૃપા અને પરમ વિદુષી ગુણીમૈયા ઉષાબાઈ મ. ના આશિષ અને મારા ક્ષયોપશમ અનુસાર આ લેખન કાર્ય કર્યું છે. તેમાં છદ્મસ્થતા તેમજ મારા અલ્પ ક્ષયોપશમના કારણે ક્ષતિઓની શક્યતા છે. પ્રજ્ઞાવંત સ્વાધ્યાયીઓ ક્ષતિઓને સુધારીને સ્વાધ્યાય કરે અને સત્યને પામે તે જ નમ્ર ભાવના.
અનુવાદિકા સાધ્વી ઉર્વશી.
53