________________
સંપાદન અનુભવ
ડો. સાધ્વી આરતી તથા સાધ્વી સુબોધિકા
મનુષ્ય જીવનમાં સંયમ પાલનનો અવસર અમૂલ્ય છે. આ અમૂલ્ય અવસરમાં પણ કોઇક સુભગ ઘડીઓ હોય છે, જે માનવના તન-મનને પ્રસન્ન બનાવે છે. આવી જ અણમોલ ઘડી અમોને પણ પ્રાપ્ત થઈ. પ્રાતઃસ્મરણીય પૂ. ગુરુપ્રાણ જન્મશતાબ્દી વર્ષ, તેના ઉપલક્ષે આગમ પ્રકાશન અને તેમાં અમોને સાંપડેલુ આગમ સંપાદનકાર્ય.
આગમ અનુવાદનું કાર્ય તો ગુરુકૂલવાસી સર્વ સતિજીઓએ સ્વીકારી લીધું પણ આગમ અનુવાદનું સંપાદન કરવાનું કોને સોંપવું ? ગુરૂકુલમાં વિચારણા ચાલી અને અંતે તે કઠિન જવાબદારી અમારા શિરે આવી. તે ક્ષેત્રમાં અમારી શક્તિ કે યોગ્યતાનો વિચાર કર્યા વિના કેવળ ગુજ્ઞાને જ અંતરે અવધારી અમારા તન-મનને તે કાર્યમાં સમર્પિત કર્યા. આ ક્ષેત્રમાં અમારો પ્રવેશ જ હતો, તેમ છતાં ઉપકારી ગુરુણીમૈયા પૂ.લીલમબાઈ મ. ની પાવન નેશ્રામાં આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિ મ.સા. ના માર્ગદર્શન અનુસાર સંપાદન કાર્યનો પ્રારંભ કર્યો.
શ્રી ઉપાસકદશાંગસૂત્રમાં શ્રાવકધર્મનું, ગૃહસ્થ જીવનમાં થતી આત્મસાધનાનું જીવંતવર્ણન છે. પ્રભુ મહાવીરના સમયમાં થયેલા આનંદ શ્રાવક આદિ દશ શ્રાવકોએ પ્રભુ મહાવીરના સમાગમમાં આવી પોતાના જીવનમાં કઈ રીતે વળાંક લીધો, પ્રતિકૂળતામાં કેવી રીતે ધર્મશ્રદ્ધાને, દઢતમ રાખી, અંત સમયે કઈ રીતે અંતિમ આરાધના કરી જીવનને સફળ બનાવ્યું વગેરે વિષયોનું નિરૂપણ છે. તેમાં શ્રાવકના બાર વ્રત ગ્રહણની વિધિ છે. જે ગૃહસ્થ જીવનમાં અત્યંત ઉપયોગી છે. અમે વિવેચનમાં વ્રત અને તેના અતિચારોને વિસ્તૃત વિવેચનપૂર્વક સમજાવ્યા છે.
તે ઉપરાંત સમસ્ત જનસમાજમાં આ શાસ્ત્રની ઉપયોગિતા સ્વીકારીને શ્રાવકધર્મ સંબંધિત જુદા જુદા વિષયો યથા-વ્રતધારણ વિધિ, વ્રતસ્વીકારનું મહત્ત્વ, પ્રતિદિન ધારણ કરવા યોગ્ય ૧૪ નિયમો, નવતત્ત્વ, ૨૫ ક્રિયા, શ્રાવકના ત્રણ મનોરથ વગેરે વિષયોના પરિશિષ્ટ બનાવ્યા છે. આઠમા અધ્યયનમાં મહાશતક શ્રાવકની ધનસંપતિનું પરિમાણ આઠ કરોડ કાંસ્યપાત્ર પ્રમાણ સોનામહોર ખજાનામાં...વગેરે કથન કર્યું છે. મહાશતક શ્રાવકની
40