________________
ગૌરવગાથા
આગમ દિવાકર પૂ. શ્રી જનકમુનિ મ. સા. જિંદગીનો હેતુ પોતાને મળેલા અમૂલ્ય માનવ જીવનને વિશુદ્ધ બનાવવા અંગેનો છે. માત્ર બૌદ્ધિક વિકાસ કે શાબ્દિક વાચાળતા, એ તો ઊંડા અંધારે લઈ જનારા બને છે. સાહિત્યમાં શબ્દ, સમૃદ્ધિ અને પદલાલિત્ય વિશેષ કરીને હોવાને કારણે તેને માત્ર "વાચન" તો જરૂર કહી શકાય.
બુદ્ધિ અહંકારી છે, તેથી માત્ર પરને જ જોઈ શકે છે. જ્યારે જ્ઞાન નિરહંકારી હોવાને કારણે સ્વ અને પર બંનેને યથાર્થ સ્વરૂપે જોઈ શકે છે. આપણી આત્મશક્તિનું ઊર્ધીકરણ કરવા માટે આપણે બુદ્ધિને વેગવાન નથી કરવાની પણ જ્ઞાનને વેગવાન બનાવવાનું છે અને તે અંગેનું પ્રબળ સાધન છે માત્ર સ્વાધ્યાય. જેમાં બૌદ્ધિક વિકાસને બદલે આત્મિક પ્રકાશ પ્રાપ્ત થાય છે અને તે સ્વાધ્યાય માટે સર્વોત્કૃષ્ટ સાધન છે. વીતરાગવાણી જે ઉર આગમ સ્વરૂપે આપણી સમક્ષ છે.
શાસ્ત્ર સ્વાધ્યાય માટે અત્યારે ભલે થોડી ઉદાસીનતા સેવાતી હોય, પણ જ્યારે ઉદયનો સમય આવે ત્યારે તે ઔદાસીન્ય જાગૃતિમાં પરિવર્તન પામે છે અને સાહિત્ય વાચનને બદલે સ્વાધ્યાય તરફનો માર્ગ જીવંત બને છે.
| તીર્થકર દેવો કે દેશમાં જન્મે તે દેશની ભાષામાં શાસ્ત્રો હોય છે. આપણા શાસનપતિ મગધ દેશના હોવાને કારણે માગધી ભાષા આપણા શાસ્ત્રોની છે, જે વ્યાકરણબદ્ધ હોવાને કારણે સૌને માટે તે સૂત્ર સ્વાધ્યાય સહજ કે સરળ નથી.
વીતરાગ દેવની વાણી જ્યારે પોતાની માતૃભાષામાં સુલભ બને છે, ત્યારે સ્વાધ્યાય પ્રેમી મુમુક્ષુ આત્માઓને માટે ભાગ્યના દ્વાર ખુલવા જેટલું પ્રભાવક બને છે.
સૌરાષ્ટ્ર કેસરી આરાધ્ય ગુરુદેવ પ્રાણ પરિવારના સરળ અને ભદ્રિક હોવા છતાં પણ જેનો આત્મા જાગૃત અને જીવંત ચૈતન્યમય હતો તેવા સદ્ગત શ્રી અંબાબાઈ મહાસતીજીના ગુણશીલપુણ્યશીલ એવા શિષ્યા પરિવારે ૩ર આગમોનું ગુર્જર ભાષામાં અનુવાદ કરવાનું જે મહાન શાસન સેવાનું અદ્ભુત કાર્ય હાથ ધરેલ છે, તે માટે તેઓ સૌ ધન્યવાદને પાત્ર છે. શાસનદેવની સહાય તેના માર્ગમાં રહે અને શીધ્ર કાર્ય આગળ વધે તેવી શાસનપિતાને પ્રાર્થના છે. પૂ. પ્રાણગુરુ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિના દરેક સભ્યોને ધન્યવાદ.
અત્યારે જે પ્રથમ શ્રી ઉપાસક દશાંગ સૂત્ર પ્રગટ થાય છે તે આગમનો લાભ ગુરુ પ્રાણના જ્યેષ્ઠ શિષ્યરત્ન તપસમ્રાટ પૂ. શ્રી રતિલાલજી મ. સા.ની પ્રેરણા દ્વારા ઉદ્દભવિત "શ્રી પ્રાણ ગુરુ સ્થાનકવાસી જૈન ગુરુકુળ-વડિયા"એ લીધો છે. કેવો ત્રિસુભગ સંયોગ, ગુરુ પ્રાણની જન્મ શતાબ્દીએ, ગુરુ પ્રાણના નામની સંસ્થાના સૌજન્યથી પ્રથમ આગમ રત્નનો, ગુરુ પ્રાણ જન્મ શતાબ્દી પ્રકાશન સમિતિ દ્વારા પ્રકાશન થશે. હવે કાર્ય શીધ્ર ગતિ પકડશે, આનંદ અને ગૌરવ સાથે શ્રમણીવૃંદને હું અભિનંદન પાઠવી રહેલ છું.
e