________________
અર્ધમાગધીમાં લખાયેલાં પ્રાચીન શાસ્ત્રો શ્વેતાંબરોએ બરાબર જાળવી રાખ્યાં. જ્યારે દિગંબર સંઘોએ આ શાસ્ત્રોને અમાન્ય કરી તત્ત્વજ્ઞાનને પુનઃ રચિત શાસ્ત્રોમાં સંચિત કર્યું અને ગોમટ્ટસાર જેવા વિશિષ્ટ ગ્રંથોનું નિર્માણ કરી તેમને આગમની સંજ્ઞા આપી સ્થાપિત કર્યા. દિગંબર જૈન ગ્રંથો મુખ્યત્વે માગધી ભાષામાં લખાયેલા નથી પણ એ વખતની માગધીને અનુરૂપ એવી પ્રાદેશિક ભાષામાં લખાયેલા છે. અહીં આપણે જૈનાગમની ભાષા સંબંધી જે ચર્ચા કરી રહ્યા છીએ તે શ્વેતાંબર જૈનાગમ વિષે લખી રહ્યા છીએ. શ્વેતાંબરો આ આગમોને અંગ, ઉપાંગ, મૂળ, છેદ, આવશ્યક અને ચૂલિકાઓ રૂપે વિભાજિત કરે છે. અહીં અર્ધમાગધી ભાષામાં લખાયેલાં બધાં જૈનાગમોની ભાષા વિષે આપણે તુલનાત્મક દષ્ટિપાત કરીશું.
અર્ધમાગધી અને અપભ્રંશ ભાષાનો સંસ્કૃત સાથે સારો એવો સંબંધ છે તે સ્પષ્ટ દેખાય છે, પરંતુ એનો અર્થ એમ નથી કે સંસ્કૃતને વિકૃત કરી આ પ્રાકૃત ભાષાનો જન્મ થયો છે. હકીકતમાં તો પ્રાકૃત ભાષાને મઠારી, સુધારી, સંસ્કારી અને વ્યાકરણબદ્ધ કરવાથી સંસ્કૃતિનો જન્મ થયો છે. સંસ્કૃત એ વિદ્વાનોની ભાષા છે તો પ્રાકૃત જન સમૂહની ભાષા છે. ભગવાન મહાવીરે અને તે સમયના મહાન સંતોએ લોકભાષામાં ઉપદેશ આપ્યો છે, લોકભાષાનું અનુસરણ કર્યું છે. પ્રાકૃત ભાષા એટલે પ્રકૃતિની ભાષા છે. મહાન તત્ત્વવેત્તા કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યજીએ ઠીક જ કહ્યું છે, પ્રજૈઃ સંગાતઃ પ્રાછૂત” એટલે પ્રાકૃત મૂળ ભાષા છે.
જો કે આવી બીજી ભાષાઓ ભારતવર્ષનાં બીજા પ્રદેશોમાં લોકભાષા તરીકે અસ્તિત્વ ધરાવતી હશે, પરંતુ બિહારમાં જ અર્થાતુ મગધ, ચેદી, ચંપા, વૈશાલી, કાશી અને એવાં બીજા ઉત્તરભારતનાં રાજ્યોમાં શ્રમણોનો વિહાર હોવાથી આ પ્રદેશની લોકભાષા સ્વીકારી લેવામાં આવી હોય તે સહજ છે. અહીં આપણે અર્ધમાગધી વિષે તેની ઉત્પત્તિ ઉપર પ્રકાશ પાડી, એ ભાષાના કેટલાક મૌલિક ગુણોનું વિવરણ કરીશું.
અર્ધમાગધી અથવા આ પ્રકૃતિભાષા જરા પણ ક્લિષ્ટ નથી. સર્વથા અક્લિષ્ટ કહી શકાય તેવી છે, તે સહજ, સરલ, ઉચ્ચારણીય છે. બોલવામાં જરા પણ વધારે પડતો પ્રયાસ કરવો પડે કે જીભને મરોડવી પડે તેવા સંયુક્ત, ક્લિષ્ટ ઉચ્ચારણવાળા શબ્દો આ ભાષામાં હોતા નથી સંસ્કૃતના એક શ્લોકને યાદ કરવામાં જેટલો આયાસ છે તેટલો માગધી ભાષામાં નથી, તે સહેજે શેય છે. ઉદાહરણ રૂપે-સંસ્કૃતમાં છતિ બોલાય છે જ્યારે પ્રાકૃતમાં છઠ્ઠ બોલાય છે. સંસ્કૃતમાં પ બોલાય છે જ્યારે પ્રાકૃતમાં સવ બોલાય છે. સંસ્કૃતમાં શ્રેય બોલાય છે જ્યારે પ્રાકૃતમાં સેવ બોલાય છે. આવા તો લાખો શબ્દો છે, જે લોકભાષાના શબ્દો ગણી શકાય, જે વ્યાકરણબદ્ધ થઈ સંસ્કૃતમાં પરિણમી ગયા છે. અર્ધમાગધી ભાષાની બીજી વિશેષતા એ છે કે ભાવપ્રાકટયની ખૂબ જ સુગમતા છે. ભાવ પ્રગટ કરવા માટે શબ્દોનું આલંબન સરલ રીતે ગોઠવાઈ જાય છે.
પ્રાકૃત ભાષામાં બે જ લિંગ છે અને લિંગનું પણ વધારે પડતું બંધન નથી. દ્વિવચન તો છે જ નહીં. ત્રણ " સ. શ. ષ." માંથી ફકત એક જ સ નો ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ
&
23
)
.