________________
અભિગમ
ગોંડલ ગચ્છ શિરોમણી પરમ દાર્શનિક
પૂ. શ્રી જયંતમુનિ મ.સા. જૈનાગમોનો આમુખ :
ખરેખર! આમુખનો અર્થ– શબ્દાર્થ કરવામાં આવે તો મુખ સુધી એવો થાય છે, પરંતુ અહીં તો આપણે મૂળ સુધી જવું છે એટલે સાચો શબ્દ મૂકવો હોય તો આમૂલ કહેવું જોઈએ. આમુખ શબ્દ રૂઢ અર્થ પ્રમાણે કોઈપણ ગ્રંથની પહેલાં અપાયેલા અભિપ્રાય માટે વપરાય છે, એટલે અહીં આપણે ભલે શીર્ષક આમુખ જ રાખશું પરંતુ ચર્ચા આમૂલ સુધીની કરીશું...
જૈનાગમો ઉપર કે કોઈપણ વિષય ઉપર વિશ્લેષણ કરતાં પહેલાં તેના સંબંધમાં લક્ષ્યબિંદુઓ કાયમ કરવા આવશ્યક હોય છે. તનુસાર અહીં પણ નિમ્ન લક્ષ્યબિંદુઓ ધ્યાનમાં લેવાં જરૂરી છે(૧) જૈનાગમોનો કથાપ્રવાહ અને એની ઉપદેશાત્મક દષ્ટિ તેમજ જૈનાગમોમાં વિખરાયેલા
દાર્શનિક સિદ્ધાંતો જૈનાગમોની ભાષાનો બિહારની પ્રાદેશિક ભાષા સાથેનો સંબંધ અર્થાતુ અર્ધમાગધીનું વિવેચન જૈનાગમોનો ઇતિહાસ અને કેટલીક ઐતિહાસિક ઘટનાઓ. જૈન મીમાંસા અર્થાત્ જૈનાગમ ઉપર મીમાંસક દષ્ટિ અને સાંપ્રદાયિક મતભેદો. જૈનાગમોની સમયે સમયે થયેલી વાચનાઓ અને આંશિક પરિવર્તનો પાટલીપુત્ર,
વિજયનગર, વલ્લભીપુર) (૬) જેનાગમોની કાવ્ય તથા સાહિત્યિક દષ્ટિ. (૭) ઉપસંહાર
ઉપરોક્ત બધા મુદ્દાઓ ઉપર વિસ્તારથી સમુચિત ચર્ચા કરતાં એક નિબંધ લખાઈ જાય, પરંતુ અહીં આમુખ લખવાની મર્યાદા હોવાથી સરસરી નજરથી મુખ્ય વાતોને લઈ કેટલુંક વિવેચન કરશું.... (૧) જૈનાગમનો કથા પ્રવાહ આદિઃ
જૈનાગમાં મુખ્યતઃ ઉપદેશાત્મક શૈલીમાં રચાયા છે. ભારતનાં શાસ્ત્રોની પ્રાચીન શૈલી પ્રશ્નોત્તરની હોય છે, અર્થાત્ શિષ્ય (પ્રશ્ન)પૂછે છે અને ગુરુજવાબ આપે છે. જેનાગોમાં પણ બધા આ શૈલી અપનાવાઈ છે. મહાવીર સ્વામીના પટ્ટધર શિષ્ય ગૌતમ પ્રશ્ન પૂછે છે અને મહાવીર સ્વામી ઉત્તર આપે છે. ઘણી જગ્યાએ બૂસ્વામી પ્રશ્ન પૂછે છે અને સુધર્માસ્વામી
T
21.