________________
| પરિશિષ્ટ–૭: ચૌદ નિયમ
૧૮૭ ]
(૧૩) સ્નાન : આખા શરીર પર પાણી નાખીને સ્નાન કરવું તે પૂર્ણ સ્નાન છે. આખા શરીરને ભીના કપડાથી લૂછવું તે મધ્યમ સ્નાન છે અને હાથ, પગ, મુખ આદિ ધોવા તે જઘન્ય સ્નાન છે. તેની મર્યાદા કરવી તથા સ્નાન કરવાના પાણીનું માપ લીટર પ્રમાણે કરવું અથવા ડોલની મર્યાદા કરવી. તળાવ, નદી, ખુલ્લો નળ, વરસાદ અથવા માપ વિનાના પાણીમાં સ્નાનનો ત્યાગ કરવો. રસ્તામાં ચાલતા નદી કે વરસાદ આવી જાય તો તેમાં ચાલવાનો આગાર અર્થાત્ તેમાં ઇરાદાપૂર્વક સ્નાનનો ત્યાગ. લૌકિક વ્યવહારનો આગાર. (૧૪) ભકત: દિવસમાં કેટલી વાર જમવું, તેની મર્યાદા કરવી અર્થાતુ ભોજન, દૂધ, ચા, નાસ્તો, ફળ, મુખવાસ આદિને માટે જેટલી વાર મુખ ચાલુ કરવું પડે તેની ગણના કરવી. કોઈ વ્યસન હોય તો છોડી દેવું જોઈએ અથવા તેની ગણના કરી શકાય અથવા તેનો આગાર રાખી શકાય. અન્ય કોઈ પણ આગાર કે ધારણા પોતાની આવશ્યકતા અનુસાર નિશ્ચિત કરી શકાય.
ઉપરોક્ત ૧૪ નિયમો સિવાય પરંપરાથી નિનોક્ત નિયમો પણ ઉમેર્યા છે. મૂળ પાઠમાં દ્રવ્યાદિ શબ્દ હોવાથી, સંખ્યાનો નિર્દેશ ન હોવાથી અને નિનોકત નિયમોની મર્યાદા પણ દિનચર્યામાં આવશ્યક હોવાથી, તે બોલ પણ આપ્યા છે. (૧૫) પૃથ્વીકાયઃ માટી, ખડી, ગેરુ, હિંગળો, હરતાલ આદિનો સ્વહસ્તે આરંભ કરવાની મર્યાદા (જાતિ અથવા વજનમાં) કરવી અથવા સંપૂર્ણ ત્યાગ કરવો. ભોજનમાં ઉપરથી નિમક લેવાનો ત્યાગ અથવા મર્યાદા કરવી. સ્વહસ્તે નિમકના આરંભની મર્યાદા વજનમાં કરવી.. (૧) અપ્લાય પાણી-પીવામાં, સ્નાનમાં, કપડા ધોવામાં, ગૃહકાર્ય આદિમાં સ્વહસ્તે વાપરવું, આરંભ કરવો, તેની કુલ મર્યાદા કરવી. પાણીના સ્પર્શનો, નળ વગેરેથી પાણી ભરવાનો, બીજી જગ્યાએ મૂકવાનો, બીજાને દેવાનો અને પીવડાવવાનો આગાર (૨) કેટલા ઘરનું પાણી પીવું, તેની મર્યાદા કે ગણના કરવી. (૧૭) તેઉકાયઃ (૧) પોતાને હાથે કેટલી વાર અગ્નિ પ્રજ્વલિત કરવી તેની મર્યાદા કરવી. (૨) લાઈટની સ્વીચ ચાલુ બંધ કરવાની મર્યાદા (નંગમાં) કરવી. (૩) કેટલી જગ્યાના ચુલ્લા, સ્ટવ, ગેસ આદિ પર બનેલી ચીજ ઉપરાંતનો ત્યાગ અર્થાતુ ચૂલા આદિની નંગમાં ગણતરી કરવી, ઘરની બનેલી ચીજનો એક ચૂલો ગણી શકાય છે. તે ગમે તેટલા ચૂલા, સગડી, સ્ટવ, આદિ પર બની હોય. બહારની ચીજ-વસ્તુ જે વૈચાતી લીધી હોય તેના ચૂલા આદિની ગણનાની સ્પષ્ટતા ન થાય તો પ્રત્યેક ચીજનો એક ચૂલો ગણી શકાય છે અર્થાત્ ખરીદેલી જેટલી ચીજ ખાય તેટલા ચૂલાની ગણના કરી શકાય. બીજાના ઘેર જ્યાં ભોજનાદિ કરે તો તેના ઘરની ચીજોનો એક ચૂલો ગણી શકાય છે. (૧૮) વાયુકાય: સ્વહસ્તે હવા ખાવાના સાધનોની ગણના નંગમાં કરવી. ઇલેક્ટ્રિક સ્વીચ, પંખા, પૂઠા, કપડા આદિ કોઈપણ સાધનોથી હવા ખાવાનો પ્રસંગ આવે તો તેની ગણના કરવીઃ સ્વયં કરે કે કરાવે તેની જ ગણતરી કરવી. સહજ રીતે હવા આવે તો તેનો આગાર. હીંચકા, પારણા આદિ સ્વયં ચલાવે તેની જ ગણના કરવી. એક સ્વીચ અનેક વાર ચાલુ-બંધ કરવી પડે તો નંગમાં એક જ ગણી શકાય. કૂલર, એરકંડીશનનો ત્યાગ મર્યાદા કરવી. (૧૯) વનસ્પતિકાય : લીલોતરી શાકભાજી, ફળ, ફૂલ આદિનો ત્યાગ અથવા મર્યાદા કરવી.(ખાવાની અથવા આરંભ કરવાની) સ્પર્ધાદિનો આગાર.શક્યતા હોય તો લીલોતરીનાં નામ અને વજનનું સ્પષ્ટીકરણ પણ કરી શકાય.