________________
પરિશેષ સૂત્ર
.
[ ૧૭૧]
૯પરિશેષ સત્ર ) ઉપસંહાર:| १ उवासगदसाणं सत्तमस्स अंगस्स एगो सुयखंधो । दस अज्झयणा एक्कसरगा, दससु चेव दिवसेसु उद्दिस्संति । तओ सुयखंधो समुहिस्सइ, अणुण्णविज्जइ, दोसु दिवसेसु अगं तहेव । ભાવાર્થ :- સાતમા અંગ ઉપાસક દશામાં એક શ્રુતસ્કંધ છે, દસ અધ્યયન એકસમાન વર્ણનવાળા છે, તેનો દસ દિવસમાં ઉદ્દેશ-પાઠ કરવામાં આવે છે. ત્યાર પછી સંપૂર્ણ શ્રુતસ્કંધનો બે દિવસમાં સમુદ્દેશ(સૂત્રને સ્થિર અને પરિચિત) કરાય છે અને તેની સાથે જ અનુમતિ આપવામાં આવે છે. આ રીતે અંગનો સમુદ્દેશ અને અનુમતિ સમજવી જોઈએ.
વિવેચન :
આ અંગ સુત્રમાં પ્રથમ, દ્વિતીય એવા કોઈ વિભાગ ન હોવાથી એક જ શ્રુતસ્કંધ છે. તેની વાચના (વાચણી) શિષ્યોને દસ દિવસમાં અપાય છે, તેને ઉદ્દેશ કહેવાય છે. ત્યાર પછી બે દિવસ તેનું પુનરાવર્તન અને સ્થિરીકરણ કરાય છે, તેને સમુદેશ કહેવાય છે. તેની સાથે જ પૂર્ણ પરિપક્વ અને પરિશુદ્ધ પાઠ થઈ ગયા પછી અન્યને વાચના આપવાની આજ્ઞા અપાય છે, તેને અનુજ્ઞા કહેવાય છે. ત્યાર પછી તે શિષ્ય કોઇને પણ વાચના આપી શકે છે, પાઠ સાંભળી શકે છે, જવાબદારી સહિત પાઠ આપી શકે છે.
વર્તમાને કેટલાક સમુદાયોમાં સાધુ-સાધ્વી શાસ્ત્રાધ્યયન કરે છે, પરંતુ ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા વિધિની કોઈ વ્યવસ્થા કે પરંપરા રહી નથી અને કેટલાક સમુદાયોમાં ઉદ્દેશ, સમુદેશ અને અનુજ્ઞા પરંપરા છે પણ ત્યાં અધ્યયનની સુવ્યવસ્થા જોવાતી નથી.
ઉપાસક દશાંગ સૂત્ર સંપૂર્ણ