________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
પ્રસ્તુત પ્રસંગમાં પણ થયો છે. સામાન્ય રીતે આ શબ્દ સમાનાર્થક પ્રતીત થાય છે, પરંતુ ઊંડાણમાં જઈએ તો પ્રત્યેક શબ્દની પોતાની વિશેષતા છે. જૈન પરંપરામાં આત્મવિશુદ્ધિની આ એક વિશિષ્ટ પ્રક્રિયા છે. જેની પાછળ ઘણું મોટું મનોવૈજ્ઞાનિક ચિંતન છે. આલોચના—ગુરુની સન્મુખ પોતાની ભૂલને પ્રગટ કરવી. આ ક્રિયા ઘણી લાભદાયક છે. તેનાથી અંદરનો મેલ ધોવાય જાય છે. પ્રતિક્રમણ શબ્દનું પણ પોતાનું મહત્ત્વ છે. ઉપાસક સ્વયં આત્મસંબોધન કરે છે– હે આત્મન્ ! તું પાછો ફર, બહિર્મુખ થઈ તું કયાં ગયો હતો ? હવે પાછો ફર. ત્યાર પછી નિંદાનું કથન છે. નિંદા—આત્મસાક્ષીએ દોષનો સ્વીકાર કરવો અથવા દુષ્કૃત્યનાં આચરણનો ખેદ કરવો અને તે જ આલોચના જ્યારે ગુરુ સમક્ષ થાય ત્યારે તે ગર્હ કહેવાય છે. આ પ્રક્રિયામાં સાધક જે આંતરિક ખેદનો અનુભવ કરે છે અને જે વિચારધારાને કારણે ભૂલ થઈ તે વિચારધારાનો જ ત્યાગ કરવા માટે સંકલ્પબદ્ધ થાય છે. અંતે તે પ્રાયશ્ચિત્તના રૂપે કંઈક તપશ્ચર્યા સ્વીકારે છે.
૧૦૦
પ્રસ્તુતમાં ચુલનીપિતાની માતાએ તેને કહ્યું છે કે તમારાં વ્રત, નિયમ અને પૌષધ ભગ્ન થયાં છે. ટીકાકારે વ્રતાદિ ભંગ થવાનું સ્પષ્ટીકરણ આ રીતે કર્યું છે. સાધારણ રીતે શ્રાવક અહિંસા-અણુવ્રતમાં નિરપરાધી જીવોની હિંસાનો ત્યાગ કરે છે, પરંતુ પૌષધમાં નિરપરાધીની સાથે સાપરાધીની હિંસાનો પણ ત્યાગ હોય છે. ચુલનીપિતા ક્રોધથી ઉપસર્ગ દેનારના નાશ માટે દોડયા, તેથી ભાવથી સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રતનું ઉલ્લંઘન થયું. આ રીતે તેનું વ્રત ભંગ થયું. પૌષધમાં ક્રોધનો ત્યાગ જ હોય છે, પરંતુ ક્રોધ કરવાને કારણે ઉત્તરગુણરૂપ નિયમનો ભંગ થયો. અનાચરણીય પ્રવૃત્તિના ત્યાગનું ઉલ્લંઘન કરવાના કારણે પૌષધભંગ થયો. આ રીતે વ્રત, નિયમ અને પૌષધ ભંગ થયાં. તેની વિશુદ્ધિ માટે આલોચના
વગેરે કરવી અનિવાર્ય હતી.
२४ तए णं से चुलणीपिया समणोवासए अम्मयाए भद्दाए सत्थवाहीए 'तह' त्ति एयमट्ठ विणणं पडिसुणेइ, पडिसुणेत्ता तस्स ठाणस्स आलोएइ जाव पडिवज्जइ । ભાવાર્થ :- શ્રમણોપાસક ચુલનીપિતાએ પોતાની માતા ભદ્રા સાર્થવાહીના કથનને તહત્તિ આપ કહો છો તેમ જ છે તે પ્રમાણે કહીને વિનયપૂર્વક સાંભળ્યું, સાંભળીને વ્રતભંગ, નિયમભંગ અને પૌષધભંગરૂપ આચરણની આલોચના કરી યાવત્ પ્રાયશ્ચિત્તના રૂપમાં તદ્નુરૂપ તપક્રિયાનો સ્વીકાર કર્યો. ચુલનીપિતાની સાધના :
२५ तए णं से चुलणीपिया समणोवासए पढमं उवासगपडिमं उवसंपज्जित्ताणं विहरइ, पढमं उवासगपडिमं अहासुत्तं जहा आणंदो जाव एक्कारसमं वि ।
ભાવાર્થ :- ત્યાર પછી શ્રમણોપાસક ચુલનીપિતાએ આનંદ શ્રાવકની જેમ યાવત્ ઉપાસક પ્રતિમાની યથાવિધિ આરાધના કરી.
२६ तए णं से चुलणीपिया समणोवासए तेणं उरालेणं जहा कामदेवो बहूहिं सीलव्वय- गुण-वेरमण - पच्चक्खाण-पोसहोववासेहिं अप्पाणं भावेत्ता, बीस वासाई समणोवासग- परियायं पाउणित्ता, एक्कारस य उवासग-पडिमाओ सम्मं कारणं फासित्ता, मासियाए संलेहणाए अत्ताणं झूसित्ता, सट्ठि भत्ताइं अणसणाए छेदेत्ता, आलोइय-पडिक्कंते, समाहिपत्ते कालमासे कालं किच्चा सोहम्मे कप्पे