________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
આવનારો શ્રેષ્ઠ ધર્મ રથ આત્તિયં = આજ્ઞા પ્રજ્વવિખદ = પાછી આપો (આજ્ઞાપાલન અંગે જાણ કરો). ભાવાર્થ :- ત્યારે શ્રમણોપાસક આનંદે પોતાના સેવકોને બોલાવીને કહ્યું– તીવ્ર ગતિવાળો વાવતું ધાર્મિક કાર્યોમાં ઉપયોગમાં આવનારો શ્રેષ્ઠ રથ શીધ્ર ઉપસ્થિત કરો. ઉપસ્થિત કરીને મને ખબર આપો. એટલે કે આજ્ઞા અનુસાર કાર્ય થઈ જવાની સૂચના આપો. ६४ तए णं ते कोडुबियपुरिसा आणंदेणं समणोवासएणं एवं वुत्ता समाणा हट्ठतुट्ठा एवं सामि! त्ति आणाए विणएणं वयणं पडिसुणेइ, पडिसुणेत्ता खिप्पामेव लहुकरणजुत्तजोइयं जाव धम्मियं जाणप्पवर उवट्ठवेत्ता तमाणत्तियं पच्चप्पिणत्ति । શબ્દાર્થ -= કહેવાથી વર્ગ = વચન. ભાવાર્થ :- ત્યાર પછી કૌટુંબિક પુરુષોએ શ્રમણોપાસક આનંદના આ પ્રમાણે કહેવાથી અત્યંત પ્રસન્ન થઈ વિનયપૂર્વક પોતાના સ્વામીની આજ્ઞા શિરોધાર્ય કરી અને શીઘગામી બળદોથી યુક્ત ધાર્મિક, ઉત્તમ રથ માટે આજ્ઞા કરી હતી, તેવો જ રથ હાજર કર્યો અને આજ્ઞા અનુસાર કાર્ય થયાની જાણ કરી.
६५ तए णं सा सिवाणंदा भारिया ण्हाया जाव पज्जुवासइ । શબ્દાર્થ:-હાથ = સ્નાન કર્યું જુવાન = પપૃપાસના કરી. ભાવાર્થ :- ત્યારે આનંદની પત્ની શિવાનંદાએ સ્નાન કર્યું લાવ ભગવાન મહાવીરની પર્યાપાસના કરવા લાગી. ६६ तए णं समणे भगवं महावीरे सिवाणंदाए तीसे य महइ महालियाए परिसाए जाव धम्म कहेइ । શબ્દાર્થ નં ૬ = ઉપદેશ આપ્યો. ભાવાર્થ - ત્યારે શ્રમણ ભગવાન મહાવીરે શિવાનંદાને તથા ઉપસ્થિત પરિષદને ધર્મદેશના આપી. ६७ तए णं सा सिवाणंदा समणस्स भगवओ महावीरस्स अंतिए धम्म सोच्चा णिसम्म हट्ट जाव गिहिधम्म पडिवज्जइ, पडिवज्जित्ता समणं भगवं महावीर वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव धम्मियं जाणपवरं दुरुहइ दुरुहित्ता जामेव दिसं पाउब्भूया तामेव दिसं पडिगया । શબ્દાર્થ :- ગ્યા = સાંભળીને સિFH = હૃદયમાં ધારીને કુ = આરૂઢ થયા. ભાવાર્થ :- શિવાનંદા શ્રમણ ભગવાન મહાવીર પાસેથી ધર્મ સાંભળીને તેમજ તેને હૃદયમાં ધારણ કરીને અત્યંત પ્રસન્ન થઈ, તેણે ગૃહસ્થ ધર્મ-શ્રાવકધર્મ સ્વીકાર કર્યો. સ્વીકાર કરીને શ્રમણ ભગવાન મહાવીરને વંદન નમસ્કાર કર્યા. વંદન નમસ્કાર કરીને તે જ ધાર્મિક રથ પર આરૂઢ થઈ, આરૂઢ થઈને જે દિશામાંથી આવી હતી તે જ દિશામાં પાછી ગઈ. આનંદની દિક્ષા વિષયક ગૌતમનો પ્રશ્ન:६८ भंते! त्ति भगवं गोयमे समणं भगवं महावीरं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता एवं