________________
અધ્યયન—૧ : શ્રમણોપાસ આનંદ
૪૭
અણુવ્રત :– અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ તે પાંચ મૂળ વ્રતને અણુવ્રત કહે છે. ગુણવ્રત – અણુવ્રતના ગુણાત્મક વિકાસમાં સહાયક બને અથવા સાધકના ચારિત્રમૂલક ગુણોની વૃદ્ધિ ઃકરે તેને ગુણવ્રત કહે છે. દિશા પરિમાણ, ઉવભોગ-પરિોગ પરિમાણ અને અનર્થદંડ વિરમણ વ્રત તે ત્રણ ગુણવ્રત છે.
શિક્ષાવ્રત – જેનો અભ્યાસ પુનઃ પુનઃ કરાય અને તે અભ્યાસ દ્વારા આત્માને શિક્ષિત—સંસ્કારિત કરાય તેને શિક્ષાવ્રત કહે છે. સામાયિક વ્રત, દેસાવગાસિક વ્રત, પૌષધવ્રત અને અતિથિ વિભાગ વ્રત તે ચાર શિક્ષાવ્રત છે. તે અણુવ્રતોના અભ્યાસ માટે અને સાધનામાં સ્થિરતા લાવવા માટે અત્યંત ઉપયોગી છે.
પ્રસ્તુત પાઠમાં ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાવ્રત તેમ સાત શિક્ષાવ્રતનું કથન છે. ગુણવ્રત અને શિક્ષાવ્રત એ બન્ને અણુવ્રતના અભ્યાસમાં સહાયક બને છે, તેથી સ્થૂલ દૃષ્ટિકોણથી સાત શિક્ષાવ્રતનું કથન ચિત છે.
આનંદ શ્રાવકે વ્રત ગ્રહણ કર્યાં પછી એક વિશેષ પ્રકારનો સંકલ્પ કર્યો હતો. તે સમ્યક્ત્વની દઢતા માટે પથ્ય રૂપ છે. આ પ્રતિજ્ઞામાં આનંદે અન્ય ધર્મ પ્રવર્તકોની, તેના અનુયાયી સંન્યાસીઓની, તેમજ તેઓના મંદિર મૂર્તિઓની શ્રદ્ધા ભક્તિ કરવાનો ત્યાગ કર્યો હતો, કારણકે તે પપાસંહ સંધવી અતિચારના પથ્થરૂપ છે અને વંસગ વન્ગેળા થી સમકિતની સુરક્ષા થાય છે.
પ્રશ્ન થઈ શકે છે કે આનંદ સમજીને જ ધર્મ સિદ્ધાંતનો સ્વીકાર કર્યો હતો, પછી તેને શંકિત થવાની શું જરૂર હતી ?
સમાધાન એ છે કે સામાન્ય રીતે માનવનું મન બહુ ભાવુક હોય છે અને આવી ભાવુકતા કયારેક વિવેકને ગુમાવી પણ દે છે. ત્યારે વ્યક્તિ તેમાં તણાઈ જાય તેથી તેની સાચી આસ્થા ચલાયમાન થઈ જાય. આવાં કારણોથી શ્રદ્ધાની સુરક્ષાને માટે ઉપર્યુક્ત અભિગ્રહ કરવો તે ઉચિત માનવું જોઈએ.
ભગવાનના વિચરણ કાલમાં અનેક મતમતાંતર હતા અને તેના ધર્મપ્રણેતા પણ વિચરતા હતા. જેનો સંગ અને પરિચય પણ પોતાની ધર્મશ્રદ્ધાને ચલિત કરે તેવા હતા. તે ધર્મપ્રણેતાઓનાં નામ આ પ્રમાણે છે– (૧) પૂરણ-કાશ્યપ (૨) મંખલીપુત્ર ગોશાલક (૩) સંજય વેરીપુત્ર (૪) અજિત કેશ કંબલ (૫) કુકુદકાત્યાયન (૬) નિગ્રંથ જ્ઞાતપુત્ર.—દિવ્યાવદાન બૌદ્ધ ગ્રંથમાં. માટે સૂત્રમાં અળઽસ્થિય દેવળિ આ બહુવચનના શબ્દનો પ્રયોગ કર્યો છે.
પૂર્વના બે શબ્દોથી સમસ્ત અન્ય ધર્મ પ્રવર્તકો અને ધર્મસાધક ગૃહત્યાગીઓનું ગ્રહણ કર્યું છે. તેના પછી ત્રીજા વાક્યમાં ચૈત્ય શબ્દ છે. ચૈત્યનો અર્થ અન્ય તીર્થિકોનું મંદિર છે અને પરિરિયાિ શબ્દનો અર્થ છે તેઓના માનેલા સ્વીકારેલા. આ પ્રકારે આનંદે ત્રીજા વાકયથી અન્યતીર્થિકોના માન્ય ઇષ્ટ દેવોનાં બધાં મંદિરો, મૂર્તિઓનો ભક્તિભાવ કરવાનો ત્યાગ કર્યો હતો.
આ ત્રીજા વાક્યના મૂળ પાઠમાં કોઈક પ્રતિઓમાં તેવા શબ્દ સાથે જ અરિહંત શબ્દ જોડાયેલો મળે છે તેથી અરિહંત રેફ્યારૂં શબ્દ થઈ ગયો છે અને આખું વાક્ય મળતસ્થિય પાિહિયાભિ અરિહંતનેફ્યારૂં આ પ્રમાણે પાઠ જોવા મળે છે, પરંતુ આનંદ શ્રાવકે સમ્યકત્વની સુરક્ષા માટે અન્ય ધર્મપ્રવર્તકો કે અન્યતીર્થિકોના ચૈત્ય-મંદિરમાં જવાનો ત્યાગ કર્યો હતો, તેથી પ્રસ્તુત પ્રસંગમાં અરિહંત વાર શબ્દપ્રયોગ યર્થોચિત લાગતો નથી; તેમજ સં. ૧૧૮૬ની હસ્તલિખિત તાડપત્રમાં પણ અરિહંત નેવારૂં પાઠ નથી, માત્ર વેડ્યારૂં એટલો જ પાઠ પ્રાપ્ત થાય છે, તેથી પ્રસ્તુત સંસ્કરણમાં વેવારૂં પાઠ