________________
| અધ્યયન-૧: શ્રમણોપાસક આનંદ
૪૩ |
વિવેચનઃ
યથા સંવિભાગનો અર્થ છે આહાર, પાણી, વસ્ત્ર વગેરે પોતાની અધિકૃત વસ્તુઓ ચારિત્રસંપન્ન પાત્રને યોગ્ય રીતે આપવી, તેને સંવિભાગ કહે છે. આ વ્રતનું નામ અતિથિ સંવિભાગ પણ છે. જેનો અર્થ આ પ્રમાણે છે- જેના આગમનનો કોઈ દિવસ કે તિથિ નિશ્ચિત નથી તે અતિથિ છે. આવા સાધુ અર્થાતુ સંયમી અતિથિને પોતાની વસ્તુઓમાંથી આપવું, તે અતિથિ સંવિભાગ છે.
ગૃહસ્થનું આ ઘણું જ ઉત્તમ અને આવશ્યક કર્તવ્ય છે. તેનાથી ઉદારતાની વૃત્તિ વિકસિત થાય છે. આત્મગુણ પ્રગટે છે. સંયમગુણોનું અનુમોદન થાય છે.
આ વ્રતના પાંચ અતિચાર છે. તેની પાછળની ભાવના એ જ છે કે શ્રમણોપાસકની દાનવૃત્તિ હંમેશાં ઉત્સાહિત બની રહે. તેમાં ન્યૂનતા ન આવી જાય તેમજ મુનિનું ચારિત્ર નિર્મલ અને નિર્દોષ રહે. તેના અતિચારોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે(૧) સચિત્ત નિક્ષેપણતા – સંયમીને લેવા યોગ્ય અચિત્ત-નિર્જીવ પદાર્થોને, સચિત્ત-સજીવ ધાન્યાદિની ઉપર રાખવા. (૨) સચિત્ત પિધાન :- સચિત્ત વસ્તુથી અચિત્ત વસ્તુને ઢાંકીને રાખવી. (૩) કાલાસિકમ - કાળ અથવા સમયનું ઉલ્લંઘન કરવું. ભિક્ષાનો સમય વ્યતીત થઈ જાય પછી જમવું અને જમતા પહેલાં ભાવના કરવી અર્થાત્ કોઈપણ સમયે ગોચરીની વેળા ન હોય ત્યારે ભાવના કરવી. (૪) પરવ્યપદેશ – વિવેક, જાગૃતિ અને સ્મૃતિના અભાવમાં પોતાને હાથે ન વહોરાવવું અને અન્યને વ્યપદેશ–નિર્દેશ કરવો કે આ વસ્તુ વહોરાવો. (૫) મત્સરિતા :- મત્સર અથવા ઈર્ષાવશ આહાર વગેરે દેવા. તેના ત્રણ અર્થ થાય છે– (૧) કોઈ અન્યને દાન દેતાં જોઈને તેનાં મનમાં અહંકાર ભાવ જાગૃત થાય કે હું પણ તેનાથી કંઈ ઓછો નથી. હું પણ આપી શકું તેમ છું. તેમ દાનની ભાવનાથી નહીં પરંતુ અહંકારની ભાવનાથી દાન આપવું. (૨) મત્સરિતા એટલે કૃપણતા અથવા કંજૂસાઈ. દાન દેવામાં કંજૂસાઈ કરવી. (૩) મત્સરિતા એટલે ક્રોધ. ક્રોધપૂર્વક ભિક્ષા અથવા ભોજન આપવા, તે અતિચાર છે. એકંદરે ક્રોધ, માન, માયાદિ કષાયભાવ સહિત દાન આપવું તે મત્સરિતા છે. દાન આપ્યા પછી ગુસ્સો કે ઘમંડ કરવો, તેનો સમાવેશ પણ આ અતિચારમાં થાય છે.
સાર એ છે કે કષાયોને વશ થઈને અજ્ઞાન અને અવિવેકથી આશાતનાપૂર્વક વહોરાવવું તે મત્સરતા દોષ છે. શ્રાવકોએ આ બધા અતિચારોને ટાળીને જ વિવેકભાવથી દાન આપવું જોઈએ. મારણાંતિક સંલેખનાના અતિચાર:६० तयाणंतरं च णं अपच्छिम-मारणंतिय-संलेहणा-झूसणा आराहणाए पंच अइयारा [पेयाला] जाणियव्वा ण समायरियव्वा,तं जहा- इहलोगासंसप्पओगे, परलोगासंसप्पओगे, जीवियासंसप्पओगे, मरणासंसप्पओगे, कामभोगासंसप्पओगे । શબ્દાર્થ:- છમ = અંતિમ મરણાસંસMો = મરણની ઇચ્છા કરી હોય મારતિય = મૃત્યુના નિકટ સમયમાં કરવાની. ભાવાર્થ :- ત્યાર પછી અપશ્ચિમ મારણાંતિક–સંલેહણા-ઝુષણા આરાધનાના પાંચ મુિખ્ય]