________________
શ્રી ઉપાસક દશાંગ સૂત્ર
તેમજ અસ્થિર જીવનની સૂચક છે. આવી વ્યક્તિ સામાયિકની સાધનામાં અસ્થિર અને અસફળ રહે છે તે જ રીતે તે પોતાના લૌકિક જીવનમાં પણ વિકાસ કરી શકતી નથી. સામાયિક પૂર્ણ થયા પહેલાં જ સામાયિક વ્રત પાળી લેવું, તે આ અતિચારનો મુખ્ય અર્થ છે.
દેશાવગાસિક વ્રતના અતિચારઃ
૪૦
५७ तयाणंतरं च णं देसावगासियस्स समणोवासएणं पंच अइयारा [पेयाला] जाणिव्वा ण समायरियव्वा तं जहा आणवणप्पओगे, पेसवणप्पओगे, सहाणुवाए, रूवाणुवाए, बहिया पोग्गलपक्खेवे ।
ભાવાર્થ :ત્યાર પછી શ્રમણોપાસકે દેશાવગાસિક વ્રતના પાંચ [મુખ્ય] અતિચારો જાણવા જોઈએ પણ તેનું આચરણ કરવું જોઈએ નહીં. તે આ રીતે છે–(૧) આનયન પ્રયોગ (૨) પ્રેષ્ય પ્રયોગ (૩) શબ્દાનુપાત (૪) રૂપાનુપાત (પ) બહિ:પુદ્ગલ પ્રક્ષેપ.
વિવેચન :
દેશ અને અવકાશ આ બે શબ્દો મળીને દેશાવગાસિક શબ્દ બન્યો છે. વિત્ત ગૃહીત યક્તિ परिमाणं तस्यैकदेशो देशः तत्रावकाशः गमनाद्यवस्थानं देशावकाशः तेन निवृतं देशावकाशिकम् । દેશનો અર્થ અહીં એક ભાગ છે, અવકાશનો અર્થ મર્યાદિત ક્ષેત્રમાં પ્રવૃત્તિ કરવી. શેષ ક્ષેત્રમાંથી નિવૃત્ત થવું. છઠ્ઠા દિશાવ્રતમાં દિશા સંબંધી માપ અથવા મર્યાદા જે જીવન પર્યંત કરવામાં આવે છે તેનાથી એક દિવસ-રાત માટે કે ન્યૂનાધિક સમય માટે તેને ઘટાડવી, તે દેશાવગાસિક વ્રત છે. અવકાશનો અર્થ નિવૃત્તિ પણ થાય છે. આમ જ બીજાં વ્રતોમાં પણ આ રીતે દરરોજ અમુક સમય માટે જે સંક્ષેપ કરવામાં આવે છે તે પણ આ વ્રત માં આવી જાય છે. બીજાં વ્રતોમાં સંક્ષેપ કરવા માટે આ વ્રતના પાઠમાં દ્રવ્યાદિ શબ્દનો ઉલ્લેખ છે. તેની વ્યાખ્યામાં દ્રવ્યાદિ ચૌદ બોલ ગણાવવામાં આવ્યા છે તેના આધારે આ વ્રતમાં ચૌદ નિયમ ધારણ કરવામાં આવે છે.
આ વ્રતનો સ્વીકાર કરનાર એક વ્યક્તિ ચોવીસ કલાક માટે મર્યાદા કરે કે આ એક મકાનની બહાર રહેલા પદાર્થોનો ઉપભોગ કરીશ નહીં, બહારનું કામ કરીશ નહીં, મર્યાદિત ભૂમિની બહાર જઈને પાંચ આશ્રવનું સેવન કરીશ નહીં અને ત્યારપછી જો તે નિયત ક્ષેત્રથી બહારનાં કામ સંકેતથી અથવા બીજી વ્યક્તિ દ્વારા કરાવે તો તે પહેલાં કરેલી મર્યાદાનું ઉલ્લંઘન કરે, તો તે આ દેશાવગાસિક વ્રતના અતિચાર છે. આ વ્રતના પાંચ અતિચારોનું સ્પષ્ટીકરણ આ પ્રમાણે છે–
(૧) આનયન પ્રયોગ– જેટલા ક્ષેત્રની મર્યાદા કરી છે, તે મર્યાદિત ક્ષેત્રથી બહારની વસ્તુઓ મંગાવવી. (૨) પ્રેષ્ય પ્રયોગ– મર્યાદિત ક્ષેત્રથી બહારનાં ક્ષેત્રમાં કાર્ય કરવા માટે સેવક(નોકર), પરિવારના સભ્યને મોકલવો. (૩) શબ્દાનુપાત— મર્યાદિત ક્ષેત્રથી બહારનું કાર્ય કરવાનો પ્રસંગ આવે તો છીંક ખાઈને, ઉધરસ ખાઈને અથવા કોઈને બોલાવીને, પાડોશીને સંકેત કરીને કામ કરાવી લેવું. (૪) રૂપાનુપાત— મર્યાદિત ક્ષેત્રથી બહારનાં કામ કરવા માટે મોઢાથી કાંઈ બોલ્યા વગર હાથ કે આંગળીથી સંકેત કરવો. (૫) બહિ:પુદ્દગલ પ્રક્ષેપ− મર્યાદિત ક્ષેત્રથી બહારનાં કામ કરાવવા માટે કાંકરા વગેરે ફેંકીને બીજાને ઇશારો કરવો.
આ કાર્ય કરવાથી વ્રતના શબ્દાત્મક પ્રતિપાલનમાં બાધા આવતી નથી પણ વ્રતનો મૂળભૂત હેતુ