________________
[ ૪૭૪ ]
શ્રી શાતાધર્મકથા સૂત્ર
णवरं देवाणुप्पिया ! अम्मापियरो आपुच्छामि, तए णं अहं देवाणुप्पियाणं अंतिए जाव पव्वयामि । अहासुहं देवाणुप्पिया ! ભાવાર્થ:- ત્યાર પછી તે કાલી કુમારિકાએ પુરુષાદાનીય પાર્થ અરિહંતની પાસેથી ધર્મ સાંભળીને, તેને હૃદયંગમ કરીને હર્ષિત હૃદયવાળી થઈને યાવત પુરુષાદાનીય અરિહંત પાર્શ્વનાથને ત્રણવાર વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે નિવેદન કર્યું કે- હે ભગવન્! હું નિગ્રંથ પ્રવચન પર શ્રદ્ધા કરું છું થાવતુ આપ જેમ કહો છો, તેમ જ છે. હે દેવાનુપ્રિય ! હું મારા માતા-પિતાની આજ્ઞા લઈને આપ દેવાનુપ્રિયની પાસે પ્રવ્રજ્યા ગ્રહણ કરીશ.
ભગવાને કહ્યું- હે દેવાનુપ્રિયે! જેમ તમને સુખ ઉપજે, તેમ કરો. १७ तए णं सा काली दारिया पासेणं अरहया पुरिसादाणीएणं एवं वुत्ता समाणी हट्ट जाव हियया पासं अरहं वंदइ णमंसइ, वंदित्ता णमंसित्ता तमेव धम्मियं जाणप्पवरं दुरुहइ, दुरुहित्ता पासस्स अरहओ पुरिसादाणीयस्स अंतियाओ अंबसालवणाओ चेइयाओ पडिणिक्खमइ, पडिणिक्खमित्ता जेणेव आमलकप्पा णयरी तेणेव उवागच्छइ, उवागच्छित्ता आमलकप्पा णयरिं मज्झमज्झेणं जेणेव बाहिरिया उवट्ठाणसाला तेणेव उवागच्छइ, उवागच्छित्ता धम्मियं जाणपवरं ठवेइ, ठवित्ता धम्मियाओ जाणप्पवराओ पच्चोरुहइ, पच्चोरुहित्ता जेणेव अम्मापियरो तेणेव उवागच्छइ, उवागच्छित्ता करयल जाव एवं वयासी
एवं खलु अम्मायाओ ! मए पासस्स अरहओ अंतिए धम्मणिसंते । सेवियणं धम्मे इच्छिए पडिच्छिए अभिरुइए तए णं अहं अम्मयाओ ! संसारभउव्विग्गा भीया जम्मणमरणाणं इच्छामि णं तुब्भेहिं अब्भणुण्णाया समाणी पासस्स अरहओ अंतिए मुंडा भवित्ता अगाराओ अणगारियं पव्वइत्तए । अहासुहं देवाणुप्पिया ! मा पडिबंध करेह ।। ભાવાર્થ:- પુરુષાદાનીય પાર્થ અરિહંતે આ પ્રમાણે કહ્યું ત્યારે તે કાલી કુમારી હર્ષિત તેમજ પ્રસન્ન હૃદયવાળી થઈ. તેણે પાર્થ અરિહંતને વંદન અને નમસ્કાર કર્યા અને તે ધાર્મિક શ્રેષ્ઠ યાનમાં બેસીને પુરુષાદાનીય પાર્થ અરિહંતની પાસેથી આમ્રશાલવન નામના ઉદ્યાનમાંથી બહાર નીકળી અને આમલકલ્પા નગરી તરફ પ્રયાણ કર્યું. આમલકલ્પા નગરીમાં થઈને તેણી પોતાના ઘરની બહારની ઉપસ્થાનશાળામાં આવી અને ધાર્મિક તેમજ શ્રેષ્ઠ યાનને ઊભું રાખ્યું. પછી તે યાનમાંથી નીચે ઉતરીને પોતાના માતા-પિતા પાસે જઈને અને બન્ને હાથ જોડીને મસ્તક પર અંજલિ કરીને તેણીએ આ પ્રમાણે કહ્યું
હે માતા-પિતા! પાર્શ્વનાથ તીર્થંકર પાસેથી ધર્મનું શ્રવણ કર્યું છે અને તે ધર્મ મને ગમ્યો છે, તે ધર્મ મેં વારંવાર સાંભળવાની ઇચ્છા કરી છે. તે ધર્મ મને પ્રિય વસ્તુની જેમ સર્વ પ્રકારે રુચિકારક થઈ ગયો છે. હે માતા-પિતા ! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થઈને, જન્મ-મરણથી ભયભીત થઈ ગઈ છું. આપની આજ્ઞા મેળવીને પાર્થ અરિહંતની પાસે મુંડિત થઈને ગૃહત્યાગ કરી અણગારરૂપ પ્રવ્રજ્યા ધારણ કરવા ઇચ્છું છું. માતા-પિતાએ કહ્યું- હે દેવાનુપ્રિયે ! જેમ સુખ ઉપજે તેમ કરો. ધર્મકાર્યમાં વિલંબ ન કરો. १८ तए णं से काले गाहावई विउलं असणं पाणं खाइमं साइमं उवक्खडावेइ, उवक्खडावित्ता मित्त-णाइ जाव आमंतेइ, आमंतित्ता तओ पच्छा हाए जाव विउलेणं