________________
દીક્ષારૂપ રસકુપ્પિકાના રસાયણના મહિમાનું ભાન દેવલોકમાં થયું અને પછી અમારું શું થશે તે જાણવાની જિજ્ઞાસાથી તેમજ ધર્મતીર્થ પ્રત્યે સત્કાર સન્માન હોવાના કારણે હાલ ભગવાન મહાવીર બિરાજે છે તે દિશામાં વંદન કરીને પોતાને મળેલું અગ્રમહિષી પદનું ઐશ્વર્ય તે દેવદેવી બધાને સાથે લઈને વિમાનમાં બેસી પ્રભુના દર્શન કરવા નીચે આવ્યા, છે. તેની રિદ્ધિસિદ્ધિ કરતાં પણ વીતરાગ મહાન છે. તે શ્રુતસામાયિક દ્વારા સ્તુતિ કરતા કેવી રીતે આવ્યા? તે વાંચો એકાવતારી કાલીકુમારીના વર્ણનથી. તેની જીવન કથની ગાથાથી જાણો, વ્રતોની વિરાધના ટાળો અને વિભાવથી છૂટી સ્વરૂપાનંદની મોજ માણો. આભાર-ધન્યવાદ-સાધુવાદ :
પ્રસ્તુત આગમના રહસ્યોને ખુલ્લા કરતો અણમોલો અભિગમ પ્રેષિત કરનાર, મહાઉપકારી ગોંડલ ગચ્છ શિરોમણિ, પરમ દાર્શનિક, અમારા આગમ કાર્યને પ્રોત્સાહિત કરી આશીર્વાદની વર્ષા વરસાવનારા ગુદેવ પૂ. શ્રી જયંતિલાલજી મ.સા.નો અનન્ય ભાવે આભાર માનું છું અને શતકોટી સાદર ભાવે પ્રણિપાત નમસ્કાર કરું છું. શ્રદ્ધેય, પ્રેરક, માર્ગદર્શક જેમના પસાયે પૂ. ત્રિલોક મુનિ મ.સા.નો યોગ પ્રાપ્ત થયો છે, તેવા વાણીભૂષણ પૂ.ગિરીશ ગુરુદેવનો સહૃદયતાપૂર્વક આભાર માની વંદન કરું છું.
આ આગમને સુશોભિત બનાવનાર, સુંદર હાર્દના ભાવ ભરી અલંકૃત કરનાર, મૂળ પાઠનું સંશોધન કરી વ્યવસ્થિત કરનાર, આગમ મનીષી પૂ. ત્રિલોકમુનિવર્યને મારી શતકોટી વંદના પાઠવું છું.
મુનિ પુંગવોના ચરણાનુગામી, ઉત્સાહધરા, પ્રારંભેલા કાર્યને પૂર્ણતાના પગથારે પહોંચાડનારા, આગમ ગુજરાતી અનુવાદ સંસ્કરણના ઉદ્ભવિકા, નિપુણા, કાર્યનિષ્ઠા, કૃતજ્ઞા, ઉગ્રતપસ્વિની મમભગિની તેમજ સુશિષ્યા સ્વ. સાધ્વી શ્રી ઉષાને ધન્યવાદ આપું છું.
પ્રસ્તુત સૂત્રના અનુવાદિકા છે અમારા સાતમા નંબરના સુશિષ્યા તપસ્વીરાજના કૃપાપાત્રી, પૂજ્યવરાના સહોદરી ભગિની એવં મન જેનું સુચ્છું, તન જેનું નમ્ર, વચન જેના વિવેકશીલ, બુદ્ધિમાન, સૌમ્ય સ્વભાવી સુશિષ્યા સુમનબાઈ મ. જેઓ પાથર્ડીબોર્ડની તથા શ્રમણી વિદ્યાપીઠની પરીક્ષામાં ઉતીર્ણ થયા છે. તેમણે મેળવેલ જ્ઞાનના પુરુષાર્થ દ્વારા જે અનુવાદ કર્યો છે તે અપ્રમત યોગના પુરુષાર્થને હું બિરદાવું છું, ધન્યવાદ આપું છું તેઓ જ્ઞાતા બની કર્મક્ષય કરવા સ્વરૂપમાં સ્થિર થઈ, સંયમ સાધના સફળ કરે તેવી મંગલભાવના કરું છું.
આગમ અવગાહન કાર્યમાં સહયોગી સાધ્વીરત્ના પુષ્પાબાઈ મ, પ્રભાબાઈ મ. એવં વીરમતી, હસુમતી, વીરમતી સહિત સેવારત રેણુકા–રૂપા આદિ દરેક ગુરુકુલવાસી
42